World Obesity Day 2023 : ડાયાબિટીસથી લઈને હૃદય રોગનું કારણ બને છે મેદસ્વીતા
World Obesity Day 2023 : દર વર્ષે 4 માર્ચના રોજ વિશ્વ સ્થૂળતા દિવસ ઉજવવામાં આવે છે. સ્થૂળતા એ એક ગંભીર સમસ્યા છે, જે ખતરનાક રોગોનું સૌથી વધુ જોખમ તરફ દોરી જાય છે. આવો જાણીએ સ્થૂળતાથી થતા રોગો વિશે.
World Obesity Day 2023 : દર વર્ષે 4 માર્ચના રોજ વિશ્વ મેદસ્વીતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વધેલું વજન ઘણી બિમારીઓનું કારણ બને છે, જેથી મેદસ્વીતા સામે જાગૃતતા ફેલાવાનો છે.
વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અને ખાવાપીવાની ખોટી આદતોને કારણે સ્થૂળતા એક સામાન્ય સમસ્યા બની રહી છે, પરંતુ તેનાથી અનેક ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે. સમગ્ર વિશ્વમાં અબજો લોકો સ્થૂળતાથી પ્રભાવિત છે.
સ્થૂળતા એ શરીરના ઘણા ભાગોમાં વધુ પડતી ચરબીનું સંચય છે. જે તમારી સુંદરતાને અસર કરે છે, આ સાથે સાથે ઘણા જીવલેણ રોગોની સ્થિતિ પણ બનાવે છે.
જો તમે સમયસર વજનને કાબૂમાં નહીં રાખો તો મેદસ્વીતા તમારા માટે ગંભીર સાબિત થઈ શકે છે. આવો જાણીએ સ્થૂળતાને કારણે કઇ બીમારીઓનો ખતરો રહે છે.

ડાયાબિટીસનું જોખમ
મેદસ્વીતાને કારણે ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે. શરીરમાં બ્લડ ગ્લુકોઝનું સ્તર 70 થી 120 મિલિગ્રામથી વધુ ન હોવું જોઈએ, પરંતુ વધતા વજનને કારણે, બ્લડ ગ્લુકોઝનું સ્તર વધે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઉભું કરી શકે છે.

હાઈ બ્લડ પ્રેશર
વધતા વજનને કારણે તમારું બ્લડ પ્રેશર પણ વધી શકે છે. જો તમે સ્થૂળતાના શિકાર છો, તો તમારું બ્લડ પ્રેશર ચોક્કસથી તપાસો. જો બ્લડ પ્રેશર 140/90 mmHg અથવા તેનાથી વધુ રહે છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.

હૃદય રોગનું જોખમ
મેદસ્વીતા હૃદય રોગનું જોખમ વધારે છે. તેનાથી હાર્ટ ફેલ્યોર અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે વધતા વજનને નજરઅંદાજ કરશો, તો તમે ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો.

ફેટી લીવર
મેદસ્વીતાને કારણે લોકોમાં ફેટી લીવરની સમસ્યા થઈ શકે છે. જ્યારે યકૃતમાં વધારાની ચરબી એકઠી થાય છે, ત્યારે આવું થાય છે. આ રોગમાં સામાન્ય રીતે કોઈ લક્ષણો હોતા નથી.
જો તમે આ સમસ્યાથી બચવા માંગતા હોવ, તો વજન ઉતારો અથવા કસરત કરો. વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી પણ ફેટી લીવરની સમસ્યા પણ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
