વાત વાતમાં આવી જાય છે ગુસ્સો, આ રીતે ગુસ્સા પર મેળવો કંટ્રોલ

Anger Control Tips : આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં તણાવ આવવો સામાન્ય બાબત છે, જે કારણે માણસનો સ્વભાવ ચિડિયો બની જાય છે, અને તે નાની-નાની વાતોમાં ગુસ્સો આવવા લાગે છે.

ઘણીવાર આપણે નારાજ થઇ જાય છે, મોટા અવાજે બોલવા લાગે છે. જો તમને પણ વાત વાતમાં ગુસ્સો આવે છે, તો આ ઉપાય તમને ગુસ્સો કાબૂ કરવામાં અથવા ઘટાડવામાં મદદ કરે છે.

Anger

એક મનોચિકિત્સકે નિયમ-12ની ફોર્મ્યુલા શેર કરી છે, જે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. તે દાવો કરે છે કે, જો તમે આ અપનાવશો, તો તમે ક્યારેય હાઈપર નહીં બનો, ગુસ્સે થવાનું છોડી દેશો. તેમણે પોતે આ સૂત્ર અપનાવ્યું છે, અને તેની અસર જબરદસ્ત છે.

ડેઈલી મેલના અહેવાલ મુજબ, અમેરિકાના ડૉ. ડેનિયલ એમેને આ ફોર્મુલા વિકસાવ્યો છે. તે પોતે પણ તેનું પાલન કરે છે. તેમણે જણાવ્યું હતું કે, તમે નક્કી કરો કે એક દિવસમાં 12 વસ્તુઓ ખોટી ન થાય, ત્યાં સુધી તમે શાંત રહેશો અને તે પછી જ તમે ગુસ્સો કરશો.

આ મનોવિજ્ઞાન છે, કારણ કે તમે તે તમારા માટે નક્કી કર્યું છે. ઉદાહરણ તરીકે, તમને ઑફિસમાંથી રજા નથી મળી, ટ્રાફિકમાં સમસ્યા હતી, જો તમે કોઈની સાથે દલીલમાં પડો છો, તો તમે શાંત રહેશો. તો વિશ્વાસ કરો, 13મો નંબર નહીં આવે. કારણ કે ધીરે ધીરે તમારું મન આ માટે તૈયાર થઈ જશે અને પછી એક દિવસ એવો આવશે, જ્યારે તમે દરેક મુદ્દા પર ગુસ્સો કરવાનું ભૂલી જશો.

તમે રોગોને પણ નિયંત્રિત કરી શકશો - ડૉ. અમીને જણાવ્યું હતું કે, હું મારા તમામ દર્દીઓને આ નિયમ અપનાવવા કહું છું. મારો વિશ્વાસ કરો, આનાથી તમે હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવી બીમારીઓને કંટ્રોલ કરી શકશો. માનસિક રીતે સ્વસ્થ અને માનસિક રીતે મજબૂત રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X