Find my device : આ રીતે શોધી શકો છો સાયલન્ટ ફોન, જાણો લો ફીચર
Find my device : ફોન સાયન્ટ હોય તો રિંગ વાગતી નથી, આવામાં આડઅવળો મૂકાય જાય તો શોધવામાં ઘણી તકલીફ પડે છે. આવી ઘટનાનો ભોગ આપણે ઘણીવાર બનતા હોય છે.
આ અહેવાલમાં આપણે જાણીશું કે, ફોન સાયલન્ટ હોય, ત્યારે તેને કેવી રીતે શોધી શકીએ છીએ. ગૂગલ એન્ડ્રોઇડના નવા વર્ઝનમાં આ સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એન્ડ્રોઇડના નવા વર્ઝનના આગમન બાદ, તમે સાયલન્ટ મોડમાં હોવા છતાં પણ તમારા એન્ડ્રોઇડ ફોનને ટ્રેક કરી શકશો. તમે ગૂગલના ફાઇન્ડ માય ડિવાઇસ ફીચર વિશે જાણતા જ હશો. જો તમને ખબર નથી, તો ગૂગલનું આ એક ફીચર છે, જેની મદદથી તમે તમારા એન્ડ્રોઈડ ફોનને ટ્રેક કરી શકો છો.
જો તમારી પાસે Google અકાઉન્ટ છે, તો પછી Find my device : સુવિધા આપમેળે ચાલુ રહે છે. તમે આ સુવિધાનો ઉપયોગ એપ અને વેબ બંને પર કરી શકો છો.
Find my device સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે https://www.google.com/android/find/ અથવા android.com/find પર જવું પડશે. આ પછી તમને ડાબી બાજુએ તે બધા ફોનની સૂચિ દેખાશે, જેમાં તમારું વર્તમાન ઈ-મેલ આઈડી લોગિન છે. ઉલ્લેખનીય છે કે, તમારે સમાન ઈ-મેલ આઈડીથી android.com/find પર લોગ-ઇન કરવું પડશે.
લોગ-ઇન કર્યા પછી, તમને ડાબી બાજુએ ફોનની રિંગનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કર્યા બાદ, સાયલન્ટ મોડમાં હોવા છતાં પણ ફોનની રિંગ વાગશે અને તમે તમારા ફોનને સરળતાથી શોધી શકશો. ફોન સાથે તમે તેનું રિયલ ટાઇમ લોકેશન જોશો.












Click it and Unblock the Notifications
