How to: આધાર અને પાન કાર્ડના સ્પેલિંગ અલગ હોવા છતાં કરો લિંક
નામના સ્પેલિંગ અલગ હોવા છતાં તમે પાન અને આધાર કાર્ડને જોડી શકો છો. પણ આ પ્રક્રિયા 1 જુલાઇથી સુધી તમારે પૂર્ણ કરવાની રહેશે. જાણો વધુ
આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કરવામાં લોકોને ભારે સમસ્યા આવી રહી છે. તેમાં પણ ખાસ કરીને ત્યારે જ્યારે આધાર કાર્ડ અને પાનકાર્ડ પર અલગ અલગ નામ કે અટકની જોડણી હોય. પણ આ મુશ્કેલીની હેરાન થતા લોકો માટે એક સારા સમાચાર છે સરકારે જાહેરાત કરી છે કે નામનો સ્પેલિંગ ખોટો હોવા છતાં આધાર અને પાન કાર્ડને લિંક કરાવી શકાય છે. અને આ પ્રક્રિયા 1 જુલાઇ સુધી પૂર્ણ કરવી જરૂરી છે. કારણ કે તેવું ન કર્યું તો તમારું પાનકાર્ડ રિજેક્ટ થવાની સંભાવના રહેલી છે.

કેમ જરૂરી છે?
પ્રત્યેક વ્યક્તિ માટે તે જાણવું જરૂરી છે કે કેવી રીતે પેન કાર્ડ અને આધાર કાર્ડને એક બીજા સાથે જોડવું. સરકાર પ્રત્યેક અધિકારીક પ્રક્રિયા ડિઝિટલ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. જેથી ભષ્ટ્રાચાર રોકી શકાય અને તમામ કામ પર સરળતા અને ઝડપીથી નિવારી શકાય. અધિકારિક કાર્યને ઓછા સમયમાં સપન્ન કરવા માટે સરકાર આ પ્રયાસ કરી રહી છે.

કેવી રીતે કરવું?
પાન કાર્ડને પોતાના આધાર નંબરથી લિંક કરવા માટે તમારે ઇ ફાયલિંગ પોર્ટલ પર સૌથી પહેલા લોગ ઇન કરવું પડશે. પછી લોગ ઇન પછીી તમને સ્ક્રીન પર એક પોપ અપ વિન્ડો દેખાશે જેમાં આધાર લિંક કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હશે. આવું પોપ અપ ના દેખાય તો તમારે તમારા પ્રોફાઇલ સેટિંગ્સમાં જઇને મેનુમાં આ વિકલ્પ શોધી શકો છો. તેમાં લિંક કરવાથી આધાર અને પાન કાર્ડ લિંક કરવાનું કહેવામાં આવે છે.

શું ધ્યાન રાખવું?
જો કે તમે જ્યારે આ લિંક કરી રહ્યા હોવ તો એક વાત ખાસ ધ્યાન રાખો કે જે ડિટેલ તમે ભરો છો જેમ કે નામ, જન્મ તારીખ, લિંગ તે તમામ યોગ્ય રીતે ભરેલા હોય અને તે પાનકાર્ડ સાથે મેળ ખાતા હોય. કારણ કે પાછળથી આયકર વિભાગ આ તમામ વાતોની તપાસ કરી શકે છે. તે પછી તમે લિંક નાઉ બટન પર ક્લિક કરી શકો છો.

વેલિડેશન
તે પછી ફરી એક વાર વેલિડેશન આવે છે જેમાં જણાવવામાં આવે છે કે તમારું આધાર અને પાન લિંક થઇ ગયું છે. નોંધનીય છે કે આધાર કાર્ડ હવે એક કેન્દ્રીય દસ્તાવેજ છે. જો કે એક વાર આધાર અને પાનકાર્ડને સાથે જોડે લેવામાં આવશે તે પછી તમારું જ કામ સરળ થઇ જશે. આ બાદ તમારે આઇટીઆર વી રસીદ મોકલવાની જરૂર નહીં પડે. આયકર વિભાગ આ સેવા શરૂ કરી ચૂક્યો છે.
{promotion-urls}
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
