શીખો: ઘરે કેવી રીતે તૂટેલા હેડફોનને જોડશો?
કેવી રીતે ઘરે જ હેડફોનને રિપેર કરશો જાણો અહીં.
હેડફોન અવાર નવાર ખરાબ થતા રહે છે. વળી અનેક વાર તેવું પણ બને છે કે ખાલી એક સાઇડનો હેડફોન બગડી જાય. મોટા ભાગના લોકો આવું થતા જ બીજો હેડફોન ખરીદી લે છે. કારણ કે મોટાભાગની દુકાનોમાં કોઇ પણ હેડફોન રિપેર નથી કરી આપતા. પણ શું તમને ખબર છે કે તમે આવો હેડફોન ઘરે પોતાની જાતે પણ રિપેર કરી શકો છો. કેવી રીતે તે અમે તમને આજે સ્ટેપ બાય સ્ટેપ શીખવીશું.

જો કે એક બાજુના હેડફોનના ખરાબ થવા પાછળ અનેક કારણ જવાબદાર બની શકે છે. જેમાંથી સૌથી સામાન્ય કારણ છે હેડફોનના વાયરનું અંદર જ તૂટી જવું. હેડફોનની અંદર ખૂબ જ પળતા વાયરો હોય છે. જેને તમે સાવધાની પૂર્વક રિપેર કરી શકો છો...
ત્યારે તૂટેલા હેડફોનને રિપેર કરવા માટે શું કરશે વિગતવાર વાંચો અહીં...
1. સૌથી પહેલા તો હેડફોનની સાફ સફાઇ કરી લો. બની શકે તેમાં પાણી કે કોઇ અન્ય કેમિકલ કે કચરો જતો રહ્યો હોય. આ માટે કોટન બડનો ઉપયોગ કરો. તેના પર આલ્કોહોલ લગાવીને હેડફોનને સાફ કરી લો.
2. તે પછી હેડફોનના કેબલને ધ્યાનથી ચેક કરો. જો કેબર ઇડરબડની પાસેથી તૂટ્યો છે તો નવું કેબલ ખરીદી લો. પણ જો વચમાંથી ક્યાંથી તૂટ્યો છે તો તેની પર નિશાન લગાવી દો.
3. હવે જ્યાં નિશાન છે ત્યાંથી કેબરને કાપો. ધ્યાન રાખો કે કે ખાલી તે ભાગને જ કાપો જે કપાયો છે.
4. જો તમારો વાયર યોગ્ય છે. તો હેડફોનના સ્પીકર ચેક કરી લો ક્યાંક તેમાં તો કોઇ વાયર નથી તૂટ્યોને. હેડફોનના સ્પીકરોમાં આપવામાં આવેલી પીનોને સાવધાની પૂર્વક અલગ કરીને તેને ખોલો. અને સ્પીકરના વાયર ચેક કરો. તે યોગ્ય રીતે જોડાયા છે કે નહીં. કારણ કે હેડફોનમાં વાયર જોઇન કરવા માટે સોલ્ડરિંગ કરવામાં આવે છે. જે દબાવના કારણે ધણીવાર અલગ થઇ જાય છે.
5. હેડફોનના સ્પીકરોથી જો વોયર તૂટ્યું છે. તો તેને ટેમ્પરરી જોડવાના બદલે કોઇ ઇલેક્ટ્રોનિક શોપમાં જઇને ફરીથી સોલડરિંગ કરાવવું સલાહભર્યું છે.












Click it and Unblock the Notifications
