ચોમાસામાં વધી ગયો છે માખીઓનો ત્રાસ, આ રીત મળશે છુટકારો

ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે ગંદકીનું પ્રમાણ વધી જાય છે. આ ગંદકીને કારણે માખી-મચ્છરનું પ્રમાણ પણ વધી જાય છે. માખીઓને કારણે બીમારીઓમાં ઘણો વધારો થાય છે.

આ સાથે માખીઓને કારણે લોકો ઇરિટેશન પણ અનુભવે છે. આવામાં સમયે લોકો માખીઓથી બચવા માટે કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે, જેનાથી આપણા સ્વાસ્થ્ય પર પણ તેની માઠી અસર પડે છે.

monsoon flies

સામાન્ય રીતે માખીઓ ગંદી જગ્યાએ વધુ જોવા મળે છે, પરંતુ ક્યારેક ઘરમાં થોડો કચરો હોય, તો પણ તેઓ પોતાનું ઝુંડ બનાવે છે, અને ખાવાથી લઈને બેસવા સુધીની દરેક ખુલ્લી વસ્તુ પર બેસીને ગંદકી ફેલાવે છે.

આવી સ્થિતિમાં લોકોને તેનાથી છુટકારો મેળવવા માટે ઘણા મોંઘા સ્પ્રે ખરીદવી પડે છે, પરંતુ શું તમે જાણો છો, તમે માત્ર ઘરમાં રાખેલી વસ્તુઓથી માખીઓને ભગાડી શકો છો. આ અહેવાલમાં માખીઓને ભગાડવાના થોડા ઘરેલુ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ.

નેપ્થાલિનની ગોળી - કપડાને ઉધઈ અને ફૂગથી બચાવવા માટે નેપ્થાલીન ગોળીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. તેથી જ માખીઓને ભગાડવી ખૂબ સસ્તી છે.

આ માટે 4-5 નેપથાલિનની ગોળીઓ લો અને તેને સારી રીતે પીસીને પાણીમાં વિનેગરમાં મિક્સ કરી લો. હવે તેને સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. આ દ્વાવણ ઠંડુ થયા બાદ આખું મિશ્રણ સ્પ્રે બોટલમાં ભરી લો. હવે પોતું કરતા પહેલા તેને આખા ઘરમાં છાંટો. આમ કરવાથી માખીઓ માત્ર 1 મિનિટમાં ઘરની બહાર નીકળી જશે.

લાલ મરચાનો ઉપાય - 1 ચમચી લાલ મરચાંનો પાવડર પાણીમાં ભેળવીને દરવાજા અને બારી પાસે છાંટવાથી માખીઓ ઘરમાં આવતી નથી. તમે તેને ગટરની નજીક પણ સ્પ્રે કરી શકો છો.

આ સ્પ્રેનો છંટકાવ કરતા સમયે કાળજી રાખવી જરૂરી છે, નહીં તો તે તમારી આંખો અને હાથ પર બળતરા કરાવી શકે છે. તમે મરચાને બદલે લીમડા કે તુલસીના પાનનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો.

હોમમેઇડ ફ્લાય રિપેલન્ટ સ્પ્રે - તમે મીઠું અને લીંબુની મદદથી ઘરે માખીઓને ભગાડવા માટે સ્પ્રે બનાવી શકો છો. આ માટે 1 કપ પાણીમાં 1 લીંબુનો રસ અને 2 ચમચી મીઠું મિક્સ કરો અને મિશ્રણને સારી રીતે તૈયાર કરો.

હવે તેને સ્પ્રે બોટલમાં ભરીને જ્યાં પણ માખીઓ દેખાય ત્યાં છંટકાવ કરો. એવું માનવામાં આવે છે કે, ખાટો સ્વાદ માખીઓને ગમતો નથી, જેના કારણે તે તરત જ ત્યાંથી દૂર થઈ જાય છે.

માખીઓથી બચવા માટે આ વાતનું રાખો ધ્યાન - ઘરના કોઈને કોઈ ખૂણામાં ગંદકી હોય, ત્યારે માખીઓ વધુ આવે છે. આવી સ્થિતિમાં ઘણી વખત ઉપરોક્ત ઉપાયો પણ અસરકારક રીતે કામ કરતા નથી. તેથી માખીઓથી સંપૂર્ણપણે છુટકારો મેળવવા માટે, તે ખુબ જ જરૂરી છે કે, તમે નિયમિતપણે ઘરની સફાઈ કરો, રસોડામાં ડસ્ટબિન ખાલી કરો અને સિંકમાં ગંદા વાસણો લાંબા સમય સુધી ન રાખો. બારી-દરવાજામાં જાળી લગાવવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X