For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bra Wearing Technique : જાણો બ્રા પહેરવાની સાચી રીત, સૌથી સામાન્ય છે આ ભૂલ

મોટી સંખ્યામાં મહિલાઓને પ્રશ્ન થતો રહે છે કે, શું તેઓ પહેરે છે તે બ્રા યોગ્ય સાઇઝની છે? યોગ્ય કદની બ્રા મેળવવી મુશ્કેલ છે. કારણ કે, ઘણી વખત સ્ત્રીઓને તેમની યોગ્ય સાઇઝની ખબર હોતી નથી.

|
Google Oneindia Gujarati News

Bra Wearing Technique : મોટી સંખ્યામાં મહિલાઓને પ્રશ્ન થતો રહે છે કે, શું તેઓ પહેરે છે તે બ્રા યોગ્ય સાઇઝની છે? યોગ્ય કદની બ્રા મેળવવી મુશ્કેલ છે. કારણ કે, ઘણી વખત સ્ત્રીઓને તેમની યોગ્ય સાઇઝની ખબર હોતી નથી. ઘણી સ્ત્રીઓ પાસે યોગ્ય સાઇઝની બ્રા હોય છે, પરંતુ તેઓ બ્રા પહેરવાની સાચી રીત નથી જાણતા.

આવી સ્થિતિમાં તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેઓએ તેમની બ્રા ને વારંવાર ગોઠવવી પડે છે. આ સમાચારમાં જાણીએ કે, નિષ્ણાતોના મતે બ્રા પહેરવાની સાચી રીત કઈ છે?

મહિલાઓને બ્રાની સાઈઝની હોય છે ચિંતા

મહિલાઓને બ્રાની સાઈઝની હોય છે ચિંતા

ધ સનમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ઘણી સ્ત્રીઓ એ વાતથી પરેશાન છે કે, તેમની બ્રા સારી રીતે સ્તનને પકડી શકતી નથી, તેમની બ્રાની સાઈઝ બરાબર નથી.

નિષ્ણાતો માને છે કે, આવું એટલા માટે થાય છે. કારણ કે, મોટાભાગની મહિલાઓ બ્રા પહેરવાની સાચી રીત જાણતી નથી.

બ્રા પહેરીને ભૂલ ન કરો આટલી મોટી

બ્રા પહેરીને ભૂલ ન કરો આટલી મોટી

નિષ્ણાતોના મતે બ્રા પહેરવા માટે બ્રા ને ક્યારેય પાછળની તરફ ન ફેરવો અને તેના હૂકને તમારી છાતી તરફ રાખો. સ્ત્રીઓ ઘણીવાર આવું કરે છે. કારણ કે, તેમનેપીઠની તરફ બ્રાના હૂકને બંધ કરવામાં ઘણી તકલીફ પડે છે. તેનો હાથ પહોંચતો નથી. આમ કરવાથી તમારી બ્રા ને પણ નુકસાન થઈ શકે છે. બ્રા ને ક્યારેય વાળવી ન જોઇએ.

બ્રા પહેરવાની સાચી રીત કઈ છે?

બ્રા પહેરવાની સાચી રીત કઈ છે?

એ નોંધવું યોગ્ય છે કે, બ્રા પહેરવાની સાચી રીત એ છે કે, પહેલા તમારી કમરને પાછળની તરફ વાળો. આનાથી તમારો હાથ બ્રા ને હૂક કરવા પાછળ સરળતાથીપહોંચી જશે. જે બાદ તમારા હાથથી તમારા સ્તનને બ્રા ના બંને કપમાં મૂકો. કપને એવી રીતે ગોઠવો કે ભાગ સંપૂર્ણપણે ઢંકાઈ જાય. જે બાદ તમારા હાથથી બ્રાનાહૂકને બંધ કરો.

મહિલાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, જો બ્રાના કપમાંથી તેમનો ભાગ થોડો પણ બહાર આવી રહ્યો છે, તો તે ખોટી સાઈઝની બ્રા પહેરી રહી છે. યોગ્ય સાઇઝની બ્રાપહેરવી ખૂબ જ જરૂરી છે. જો તમે યોગ્ય સાઇઝની બ્રા નહીં પહેરો, તો તમારે તમારી બ્રાને વારંવાર ગોઠવવી પડશે.

English summary
know the right way to wear a bra, the most common is this mistake.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X