કાપ્યા વગર ઓળખી શકશો લાલ મીઠું તરબૂચ, જાણી લો આ ત્રણ રીત
How to Identify Sweet Watermelon : ઉનાળાનું મધ્યાંતર ચાલી રહ્યું છે. ગરમી પોતાના ચરમ પર છે. આવા સમયે ગરમીથી બતવા લોકો ઠંડા ફળો અને તેનો રસ પીવાનું પસંદ કરે છે. જેમાં લોકો ગરમીમાંથી રાહત મેળવી પેટમાં ઠંડક રાખવા તરબૂચ સૌથી વધુ ખાય છે.
લોકો જ્યારે પણ તરબૂચ ખરીદે છે, ત્યારે તેઓ તરબૂચ લાલ અને મીઠૂં નીકળશે તેનો નિર્ણય નસીબ પર છોડી દેતા હોય છે. તો ઘણા લોકો ડગળી પડાવીને તરબૂચ ખરી દે છે. આવામાં આજે આપણે એવી ત્રણ રીતો વિશે જાણીશું, જેનાથી તમે લાલ અને મીઠાં તરબૂચને કાપ્યા વગર પણ ઓળખી શકશો.

ઘેરા પીળા ડાઘવાળા તરબૂચ શોધો
બજારમાં તમે જે ચળકતા તરબૂચ જુઓ છો તે તમને લાગે તેટલા આકર્ષક હોય શકે છે, પરંતુ તે ખરેખર લાલ અને મીઠા હોતા નથી. સૌ પ્રથમ, શક્ય તેટલું ભારે તરબૂચ પસંદ કરો. કારણ કે, તરબૂચમાં સરેરાશ 92 ટકા પાણી હોય છે, જે તેને ખૂબ રસદાર બનાવે છે.
એટલે કે, પાણી જેટલું ભારે તેટલુ તરબૂત સારું. જે બાદ ઘેરા પીળું અને ડાઘવાળું તરબૂચ શોધો. જો તરબૂચ પાકેલું હોય, તો તેના પર ખેતરના ડાઘ હોવા જોઈએ. તરબૂચની એક બાજુએ એક મોટો, પીળો ડાઘ હોવો જોઈએ. કારણ કે, તરબૂચ વેલા પર પાકવામાં લાંબો સમય લે છે, તેથી તરબૂચ પીળા થઈ જાય છે.
ઉપરથી તરબૂચને મારવાનો પ્રયાસ કરો અને ઊંડો અવાજ સાંભળો
પાકેલા તરબૂચને શોધવાનો બીજો રસ્તો ટોચ પર ટેપ કરવાનો છે. પાકેલા તરબૂચમાં ઊંડો અવાજ હોયછે, જ્યારે વધુ પાકેલા તરબૂચમાં હોલો અથવા સપાટ અવાજ હોયછે. આ રીતે તમે મધુર તરબૂચને અવાજ દ્વારા પસંદ કરી શકો છો.
આખું તરબૂચ ખરીદો
તમારે તમારા તરબૂચમાં ઈન્જેક્શનના છિદ્રો ઓળખવા પડશે. હકીકતમાં, કેટલીકવાર વેપારીઓ તરબૂચને છિદ્રો સાથે ઇન્જેક્ટ કરે છે, જે તમે તેના પર જોઈ શકો છો. તેથી, કાપેલા તરબૂચ ખરીદશો નહીં. આ ઉપરાંત તરબૂચને ખરીદતી વખતે, એ બાબત પર ધ્યાન આપો કે, તરબૂચ સંપૂર્ણપણે સંપૂર્ણ અને યોગ્ય છે. તેથી આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આખું તરબૂચ ખરીદો.












Click it and Unblock the Notifications
