For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Relationship Tips : અજાણી છોકરી સાથે વાત કરવામાં થાય છે ખચકાટ, આ રીતે કરો શરૂઆત

Relationship Tips : શરમાળ છોકરાઓ અજાણી છોકરી સાથે વાત કરતા અચકાય છે. આ વિશે તેઓ તેમના મિત્રો સાથે વાત કરતા પણ અચકાય છે. આવામાં આપણે આ અહેવાલ દ્વારા તમારી એ મૂંજવણ દૂર કરીશું.

|
Google Oneindia Gujarati News

Relationship Tips : છોકરાઓ ગમે તેટલા હસી મજાક કરતા હોય, પણ છોકરીની વાત આવે ત્યારે થોડો ઘણો ખચકાટ આવી જ જાય છે. જેમાં ઘણા છોકરાઓ શરમાળ સ્વભાવના હોય છે, જેથી તેઓ છોકરીઓ સાથે સરળતાથી હળીમળી શકતા નથી.

આવા સમયે જો કોઇ અજાણી છોકરી સાથે વાત કરવાનું થાય, તો ઘણા છોકરાની બોલતી જ બંધ થઇ જાય છે. આવું વર્તન છોકરીઓને અજીબ લાગી શકે છે.

આજે આપણે એવી કેટલીક ટીપ્સ વિશે જાણીશું કે, જેને અપનાવીને તમે કોઈપણ અજાણી છોકરી સાથે વાત કરતી વખતે અચકાશે નહીં. આ ટીપ્સની મદદથી તમે કોઈપણ છોકરીની સામે તમારા મનની વાત ખૂબ જ સરળતાથી કરી શકશો.

આવું કરવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. જો તમે જણાવેલી બધી બાબતો પર ધ્યાન આપો છો, તો કોઈપણ છોકરી તમારી મિત્ર બની જશે.

પહેલા છોકરીની રુચિ વિશે જાણી લો

પહેલા છોકરીની રુચિ વિશે જાણી લો

જો તમે કોઈ અજાણી છોકરી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો સૌથી પહેલા તેની રુચિ વિશે જાણી લો, જેથી તેની સાથે વાતકરવામાં તમને સરળતા રહે અને વાત લાંબી ચાલી શકે.

હેલો સાથે કરો શરૂઆત

હેલો સાથે કરો શરૂઆત

કોઈપણ છોકરી સાથે વાત કરતી વખતે સૌથી પહેલા હેલોથી શરૂઆત કરો. હેલો પછી તમારું નામ કહો અને પછી છોકરીનું નામ પૂછો. જોતમે આ કરી શકતા નથી, તો પછી કોઈ કાર્ય અથવા અન્ય પ્રશ્ન સાથે વાતચીત શરૂ કરો.

બનાવટી ઢબે વાત કરવાનું ટાળો

બનાવટી ઢબે વાત કરવાનું ટાળો

છોકરીઓ ભાગ્યે જ ફેક કે બનાવટી લોકોને પસંદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે કોઈ અજાણી છોકરી સાથે વાત કરવા જઈ રહ્યા છો, તોધ્યાન રાખો કે, તમારી સ્ટાઈલ બિલકુલ બનાવટી ન લાગવી જોઈએ.

યુવતીનો અભિપ્રાય જાણો

યુવતીનો અભિપ્રાય જાણો

વાત કરતી વખતે કોઈપણ વિષય પર છોકરીનો અભિપ્રાય જાણો અને તેને ખૂબ ધ્યાનથી સાંભળો. કોઈપણ છોકરો જે છોકરીની વાતધ્યાનથી સાંભળે છે અને તેનો અભિપ્રાય લે છે, તે છોકરીઓને પસંદ આવે છે.

પ્રશંસા કરો

પ્રશંસા કરો

છોકરીઓને તેમની ખુશામત સાંભળવી ગમે છે. આવી સ્થિતિમાં જો તમે પણ કોઈ છોકરી સાથે વાત કરવા જઈ રહ્યા છો, તો વચ્ચે વચ્ચેતેની પ્રશંસા કરતા રહો. વખાણ કરતી વખતે ધ્યાન રાખો કે, તમારી વાત ખોટી ન હોવી જોઈએ, એટલે કે વખાણની અતિશયોક્તિ ન થઇજાય તેનું ખાસ ધ્યાન રાખો.

English summary
Relationship Tips : try these method to start conversation If you are hesitant to talk to a stranger
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X