For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Valentines Day 2023 : પ્રપોઝ ડે પર આ રીતે કરો પ્રેમનો ઇઝહાર, મળશે પોઝિટિવ રિસ્પોન્સ

Valentines Day 2023 : 14 ફેબ્રુઆરી દરેક પ્રેમી માટે ખૂબ જ ખાસ છે. આ દિવસને વેલેન્ટાઈન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં અમે તમને જણાવીશું કે પ્રપોઝ ડે પર પ્રપોઝ કેવી રીતે કરવું?

|
Google Oneindia Gujarati News

Valentines Day 2023 : ફેબ્રુઆરીનો મહિનો એટલે પ્રેમનો મહિનો. આ મહિનામાં પ્રેમનો તહેવાર વેલેન્ટાઇન ડે આવે છે. આ દિવસે લોકો પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે. 14 ફેબ્રુઆરીની રાહ તો દરેક પ્રેમી કરે છે. આ દિવસે તે તેના પ્રેમી કે જેને પસંદ કરતા હોય તેને પોતાના પ્રેમનો ઇઝહાર કરતા જોવા મળે છે. આવા સમયે જો તમે પણ કોઇને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો, તો આ અહેવાલ તમને મદદ કરશે.

આવા સમયે વેલેન્ટાઇન ડેના એક અઠવાડિયા પહેલા વેલેન્ટાઇન વીક શરૂ થાય છે. આવા સમયે, વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ પ્રપોઝ ડે છે, જે 8 ફેબ્રુઆરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા દિલની વાત કોઈને કહેવા માંગતા હોવ તો આ અહેવાલમાં આપણે જાણીશું કે, પ્રપોઝ ડે પર કેવી રીતે પ્રપોઝ કરવું?

પસંદગીની ગિફ્ટ ખરીદો

પસંદગીની ગિફ્ટ ખરીદો

જો તમને કોઈ છોકરી કે છોકરો ગમે છે અને આ પ્રપોઝ ડે પર તમારા દિલની સ્થિતિ તેની સામે વ્યક્ત કરવા ઈચ્છો છો, તો ઉતાવળ ન કરો.

આવી સ્થિતિમાં જો તમે પ્રપોઝ ડે પર પ્રપોઝ કરવા માંગો છો, તો તેની પસંદગીની ગિફ્ટ ખરીદો અને ગિફ્ટ આપતી વખતે તેને પ્રપોઝ કરો.

આમ કરવાથી આ વાત સીધી તેના દિલમાં ઉતરી જશે. જો સામેવાળાના દિલમાં તમારા માટે લાગણી હશે, તો તે ચોક્કસથી સકારાત્મકપ્રતિભાવ આપશે.

મીઠી યાદોથી શરૂઆત કરો

મીઠી યાદોથી શરૂઆત કરો

જો તમે તમારા મિત્રને પ્રપોઝ કરવા માંગો છો, પરંતુ જો તમે તમારા દિલની સ્થિતિ જણાવતા ડરતા હોવ તો મીઠી યાદોથી શરૂઆત કરો.

તમે તેની સાથે વિતાવેલી પળોને યાદ કરો. એ યાદોને યાદ કરીને તે પણ ચોક્કસ ખુશ થશે અને તેમાં ખોવાઈ જશે. આમ કરવાથી તેતમારી લાગણીઓને પણ સમજી જશે.

બીજી તરફ જો તેના દિલમાં તમારા માટે થોડી પણ જગ્યા હશે, તો તમારો પ્રસ્તાવ ચોક્કસપણેસ્વીકારી લેવામાં આવશે.

જાતે જ સ્પેશિયલ ગ્રીટિંગ કાર્ડ બનાવો

જાતે જ સ્પેશિયલ ગ્રીટિંગ કાર્ડ બનાવો

જો તમે કોઈ છોકરીને પ્રપોઝ કરવા માંગો છો, તો તમે તેને પ્રપોઝ કરવા માટે ગ્રીટિંગ કાર્ડ ખરીદવા જઈ રહ્યા છો, તો આવું ન કરો. થોડી મહેનત જાતે કરો.

કોઈ બજારમાંથી ગિફ્ટ કે કાર્ડ ખરીદવા કરતા જાતે જ સ્પેશિયલ ગ્રીટિંગ કાર્ડ બનાવીને તેને બતાવો. આવુ કરવાથી તેનેથોડુ વધારે સ્પેશિયલ થશે.

English summary
Valentines Day 2023 : Express your love like this on the propose day, you will get a positive response
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X