AIASL Air India Recruitment 2020: જૂનિયર એક્ઝીક્યુટીવ સહિત ઘણા પદો પર ભરતી, 60 હજાર સેલેરી
નવી દિલ્લીઃ AIASL Air India Recruitment 2020: એઆઈ એરપોર્ટ સર્વિસ લિમિટેડ (એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ)ના ઘણા પદો પર ભરતી માટે આવેદન ફૉર્મ આમંત્રિત કરવામાં આવ્યા છે. જે પદો પર ભરતી નીકળી છે તેમાં ડેપ્યુટી ટર્મિનલ મેનેજર, ડ્યુટી મેનેજર ટર્મિનલ, ઑફિસર, ઑફિસર-લીગલ એન્ડ આઈઆર તેમજ જૂનિયર એક્ઝીક્યુટીવના પદ શામેલ છે. ઉમેદવારોએ નિર્ધારિત પ્રારૂપમાં જરૂરી દસ્તાવેજો સાથે પોતાનુ ફૉર્મ 28 ડિસેમ્બર, 2020 સુધી hrhq.aiasl@airindia.in પર મોકલવાનુ રહેશે. પદોની સંખ્યા 13 છે.
પદોનુ વિવરણ
- ડેપ્યુટી ટર્મિનલ મેનેજર - (પેક્સ હેન્ડલિંગ) - 2 પદ
- ડ્યુટી મેનેજર - ટર્મિનલ - 4 પદ
- ઑફિસર - (હ્યુમન રિસોર્સ/એડમિનિસ્ટ્રેશન) - 3 પદ
- ઑફિસર - લીગલ એન્ડ આઈઆર - 1 પદ
- જૂનિયર એક્ઝીક્યુટીવ (હ્યુમન રિસોર્સ/એડમિનિસ્ટ્રેશન) - 3 પદ
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે આવેદન કરતા પહેલા એક વાર અધિકૃત અધિસૂચનાને ધ્યાનથી વાંચી લો, જે તમને વેબસાઈટ પર મળી જશે. તે ઉપરાંત આ સમાચારમાં નીચે પણ આની લિંક આપવામાં આવી છે તેના પર ક્લિક કરીને પણ તમે અધિસૂચનાને વાંચી શકો છો. આમાં તમને જરૂરી શૈક્ષણિક યોગ્યતા અને વય સીમા સહિત બાકીની બધી માહિતી વિસ્તારથી મળી જશે. આ સાથે જ ઉમેદવારોને અન્ય કોઈ પણ પ્રકારની માહિતી માટે અધિકૃત વેબસાઈટ પર જવાની સલાહ આપવામાં આવે છે. તેની ડાયરેક્ટ લિંક પણ સમાચારમાં નીચે જ આપવામાં આવી છે.
કેટલી મળશે સેલેરી?
- ડેપ્યુટી ટર્મિનલ મેનેજર - (પેક્સ હેન્ડલિંગ) - 60,000 રૂપિયા
- ડ્યુટી મેનેજર - ટર્મિનલ - 45,000 રૂપિયા
- ઑફિસર - (હ્યુમન રિસોર્સ/એડમિનિસ્ટ્રેશન) - 41,000 રૂપિયા
- ઑફિસર - લીગલ એન્ડ આઈઆર - 60,000 રૂપિયા
- જૂનિયર એક્ઝીક્યુટીવ (હ્યુમન રિસોર્સ/એડમિનિસ્ટ્રેશન) - 25,300 રૂપિયા
પસંદગીની પ્રક્રિયા શું છે?
સૌથી પહેલા ફૉર્મ દ્વારા ઉમેદવારોને શૉર્ટલિસ્ટ કરવામાં આવશે અને આ ઉમેદવારોના ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. બાદમાં આ ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશનમાં શામેલ થવાનુ રહેશે. ત્યારબાદ ફરીથી પ્રદર્શનના આધારે પદો માટે ઉમેદવારોની પસંદગી થશે.
અધિકૃત વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો