For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AIBE-XV Result: ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનનું રિઝલ્ટ જાહેર, અહીં ચેક કરો

AIBE-XV Result: ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનનું રિઝલ્ટ જાહેર, અહીં ચેક કરો

|
Google Oneindia Gujarati News

બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા ઑલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન 15ના પરિણામનો ઈંતેજાર કરી રહેલા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ છે. મંગળવારે એટલે કે 30 માર્ચ, 2021ના રોજ એઆઈબીઈ 15ના પરિણામ ઘોષિત કરી દેવામાં આવ્યાં છે. આ વર્ષે 24 જાન્યુઆરીએ પરીક્ષા આપનાર ઉમેદવાર એઆઈબીઈની વેબસાઈટ પર જઈ પોતાનું પરિણામ જોઈ શકે છે. તમારું રિઝલ્ટ જોવા માટે સત્તાવાર વેબસાઈટ allindiabarexamination.com પર માંગવામાં આવેલી તમામ જાણકારી સાથે લૉગઈન કરવાનું રહેશે.

aibe

એઆઈબી 15ના પરિણામ ઘોષિત થયાની સાથે જ બાર કાઉંસિલ ઑફ ઈન્ડિયાએ 16મી ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનને લઈને પણ મહત્વની ઘોષણા કરી છે. બીસીઆઈએ એઆઈબીઈ 16 સ્થગિત કરી દીધી છે. પ્રાપ્ત જાણકારી મુજબ હવે એઆઈબીઈ 16 માટે રજિસ્ટ્રેશનની તારીખ વધારીને 30 એપ્રિલ 2021 કરી દેવાઈ છે. જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021માં બાર કાઉંસિલ ઑફ ઈન્ડિયાએ પહેલે જ એઆઈબીઈ 15ની આંસર કી જાહેર કરી દીધી. જો કે આના પર કેટલાક ઉમેદવારોએ વાંધો પણ ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઑલ ઈન્ડિયા બાર એગ્ઝામિનેશનની પરીક્ષા 100 બહુવૈકલ્પિક પ્રશ્નો સાથે કેન્દ્ર આધારિત ઑફલાઈન રૂપમાં આયોજિત કરાઈ હતી. એઆઈબીઈ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને સર્ટિફિકેટ ઑફ પ્રેક્ટિસથી સન્માનિત કરવામાં આવશે. સીઓપી ઉમેદવારોને પણ ભારતીય કાનૂનની અદાલતમાં અભ્યાસ કરવામાં સક્ષમ બનાવે છે. એઆઈબીઈ 15 પરીક્ષામાં ચિહ્નિત ખોટા ઉત્તરો માટે કોઈ નકારાત્મક અંક કપાયા નથી.

આવી રીતે જુઓ રિઝલ્ટ

  • સત્તાવાર વેબસાઈટ પર લૉગઈન કરો.
  • રિઝલ્ટ સંબંધિત લિંક એઆઈબીઈ પરિણામ પર ક્લિક કરો.
  • માંગેલી જાણકારી આપો. ઉમેદવાર પોતાનો રોલ નંબર અને જન્મ તારીખ સાથે લૉગઈન કરી પરિણામ પ્રાપ્ત કરી શકે છે.
  • એઆઈબીઈ 2020 પરિણામ ડાઉનલોડ અને પ્રિંટ કરો.
English summary
AIBE-XV Result: All India Bar Exam Result Announced, Check Here. ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનનું રિઝલ્ટ જાહેર, અહીં ચેક કરો
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X