For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેલેન્ટ સાથે તમારી પાસે જો આ 'જુગાડ' હોય તો ભારતની 10માંથી 9 કંપની નોકરી આપશેઃ રિપોર્ટ

ટેલેન્ટ સાથે તમારી પાસે જો આ 'જુગાડ' હોય તો ભારતની 10માંથી 9 કંપની નોકરી આપશેઃ રિપોર્ટ

By Staff
|
Google Oneindia Gujarati News

પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડિનના 'ફ્યૂચર ઑફ ટેલેન્ટ' રિપોર્ટ 2021એ ભારતમાં નોકરી આપતા ફોર્મ્યુલાનો ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ભારતમાં થઈ રહેલ હાયરિંગ માટે કંપનીઓ પોતાના ઈન્ટર્નલ સિસ્ટમને મહત્વ આપે છે એટલે કે કંપનીમાં કામ કરતા એમ્પલોઈજ જેમની ભલામણ કરે છે કંપનીઓ તેમને નોકરી પર વધુ રાખે છે. લિંક્ડિને દેશની 500 કંપનીઓનો સર્વે કર્યો હતો.

jobs

જણાવી દઈએ કે રિપોર્ટમાં જાણકારી શેર કરવામાં આવી કે કોરોના મહામારી વચ્ચે કંપનીઓ પોતાનામાં કેટલાય પ્રકારના બદલાવ કરવા શરૂ કરી દીધા છે, જેમાંથી 10માંથી 9 કંપનીઓમાં જોવા મળ્યું કે ઈન્ટર્નલી સોર્સ દ્વારા જ કંપની જૉબ ઑફર આપે છે. લિંક્ડિને 500 કંપનીઓનો સર્વે કર્યો જે બાદ આ તારણ જાણવા મળ્યું.

10 કંપનીઓમાંથી 9 આ વાત પર સહમત છે કે એચઆરે વ્યવસાયને સુવ્યવસ્થિત કરવા, પોતાની રણનીતિ બનાવવા અને કોવિડ 19થી પણ વધુ કુશળતાથી કામ કરનારાઓને જોબ ઑફર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

છંટણી દર 1.5 ટકા વધ્યો

2020માં ભારતમાં અટ્રેક્શન (છંટણી) દર 1.5 ટકા વધી ગયો છે, કેમ કે કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરતાં લાંબી શિફ્ટમાં કામ કર્યું છે. બીજી લહેરના સંકેતના રૂપમાં ભારતમાં દૂરના કામની જરૂરતોમાં તેજી આવી છે. એવામાં માનવ સંસાધન વિભાગ (એચઆર) કર્મચારીઓના ભવિષ્યને નિર્ધારિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. લિંક્ડઈનના રિપોર્ટ મુજબ ટેલેંટ સ્ટ્રેટેજી માટે અપસ્કિલિંગ પર સૌથી વધુ ફોકસ હશે. આની સાથે જ ડેટા આધારિત હાયરિંગના ફેસલા અને કર્મચારી અનુભવોમાં સુધારા પર કંપનીઓનું ફોકસ હશે.

મોટાભાગની કંપનીઓ મર્જ થશે

લિંક્ડઈન ઈન્ડિયાની ટેલેંટ એન્ડ લર્નિંગ સૉલ્યૂશંસ ડાયરેક્ટર રૂચિ આનંદે જણાવ્યું કે 2021માં ભારતમાં મોટાભાગની કંપનીઓનું મર્જર થશે. સાથે જ પોતાના કર્મચારીઓને પણ આગળ વધારશે અને ઓપરેશનલ કોસ્ટનું વિસ્તરણ કર્યા વિના બિઝનેસ ગ્રોથને વધારવા માટે ઈન્ટર્નલ હાયરિંગ કરાશે. રિપોર્ટથી માલૂમ પડ્યું કે ભારતમાં 10માંથી 7 કંપનીઓ આંતરિક સૂત્રોના દ્રષ્ટિકોણથી અથવા પ્રગતિની ભાવના માટે કંપનીમાં કામ કરતા લોકોની ભલામણ પર હાયરિંગ કરે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ભારતમાં કંપનીઓ 3 યોગ્યતાઓને પ્રાથમિકતા આપે છે, સારી કોમ્યુનિકેશન સ્કિલ, પ્રોબ્લેમ સોલ્વ કરવાની સક્ષમતા અને ટાઈમ મેનેજમેન્ટ.

રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યૂલન્સની લાગી લાંબી લાઈનરાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યૂલન્સની લાગી લાંબી લાઈન

English summary
Any company will offer a job if you have this talent, linkedin report reveals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X