For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Army recruitment 2021: સૈનિકથી લઈને ક્લાર્ક સુધી, ભારતીય સેનામાં નીકળી ભરતી રેલી, આ રીતે કરો અપ્લાય

ભારતીય સેના(ઈન્ડિયન આર્મી) 07 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્હર 2021 વચ્ચે ભરતી રેલી આયોજિત કરવા જઈ રહી છે. જાણો સમગ્ર વિગત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય સેના(ઈન્ડિયન આર્મી) 07 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્હર 2021 વચ્ચે અહેમદનગર રાહુરીના ભારતીય સેના મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠમાં ભરતી રેલી આયોજિત કરવા જઈ રહી છે. આ સેના ભરતી રેલી સૈનિક જનરલ ડ્યુટી, સૈનિક ટ્રેડ્સમેન(10મુ પાસ), સોલ્જર ટ્રેડ્સમેન(8મુ પાસ), સૈનિક ટેકનિકલ, સૈનિક ટેકનિકલ (વિમાનન/દારુગોળો પરીક્ષક), સૈનિક નર્સિંગ સહાયક કે નર્સિંગ સહાયક પશુ ચિકિત્સાની પસંદગી માટે આયોજિત કરવામાં આવી રહી છે.

indian army

આ સેના ભરતી માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન 9 જુલાઈ, 2021થી શરૂ કરવાામાં આવ્યુ છે. ઈચ્છુક ઉમેદવારો આ રેલીમાં શામેલ થવા માટે અધિકૃત વેબસાઈટ joinindianarmy.nic.in પર જઈને અપ્લાય કરી શકે છે. અપ્લાય કરવાનો એન્ટ્રી ગેટ સવારે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી જ ખુલ્લો રહેશે.

આવેદન કરવાની તારીખ

ઈચ્છુક ઉમેદવાર આ રેલીમાં શામેલ થવા માટે આવેદન 9 જુલાઈ, 2021થી ભારતીય સેનાની અધિકૃત વેબસાઈટ પર કરી શકે છે. આવેદન કરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ, 2021 છે. 22 ઓગસ્ટ બાદ આ ભરતી માટે અપ્લાય કરી શકાશે નહિ.

આ વાતોનુ ધ્યાન રાખવુ

  • ઉમેદવારોએ ધ્યાન રાખવાનુ છે કે સેના ભરતી રેલીના પ્રવેશ પત્ર એટલે કે એડમિટ કાર્ડ 24 ઓગસ્ટ, 2021થી 5 સપ્ટેમ્બર, 2021 સુધી રજિસ્ટર ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે.
  • ઉમેદવાર ઈચ્છે તો 24 ઓગસ્ટ, 2021 બાદ વેબસાઈટ પર લૉગ ઈન કરીને એડમિટ કાર્ડની પ્રિન્ટઆઉટ લઈ શકે છે અને રેલી સાઈટ પર જઈ શકે છે.
  • એડમિટ કાર્ડમાં સાઈટ ડિટેલ અને તારીખની માહિતી આપવામાં આવશે. ઉમેદવારોને એ દિવસે સમય પર સાઈટ પર પહોંચવાનુ રહેશે. જો કે તારીખ અને સ્થળ અસ્થાયી પણ હોઈ શકે છે તેમને બદલી શકાય છે પરંતુ ઉમેદવાઓએ મેઈલ દ્વારા આની માહિતી મોકલી દેવામાં આવશે.

English summary
Army recruitment 2021: Soldier to clerk, Indian army recruitment rally, Know how to apply
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X