Government Jobs 2023: CAGએ 1773 જગ્યાઓ માટે મંગાવી અરજીઓ, જાણો પુરી ડિટેલ્સ
સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રસ ધરાવતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG ભરતી 2023) એ વહીવટી સહાયકની જગ્યાઓ માટે સરકારી ભરતી હાથ ધરી છે.
પાત્ર ઉમેદવારો CAG ની અધિકૃત વેબસાઇટ cag.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદો પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 21 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 17 સપ્ટેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે.

CAG એ કુલ 1773 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ અરજી પ્રક્રિયા હેઠળ કુલ 1773 લોકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટે ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા તેની સમકક્ષ ડિગ્રી હોવી ફરજિયાત છે.
જે ઉમેદવારો વધુ માહિતી ઇચ્છતા હોય તેઓ ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. તમે ત્યાં સૂચના વાંચી શકો છો. અરજદારની મહત્તમ ઉંમર 18-25 વર્ષની હોવી જોઈએ. આ સાથે ઉમેદવારની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે.
- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ, નોટિફિકેશન વાંચો બધી માહિતી ધ્યાનથી તપાસો.
- બધી માહિતી કાળજીપૂર્વક ભરો અને માંગેલા દસ્તાવેજો જેમ કે ફોટો, પ્રમાણપત્ર વગેરે અપલોડ કરો.
- ફી ઓનલાઈન ચૂકવો અને પ્રિન્ટ આઉટ લો.












Click it and Unblock the Notifications
