For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBSE 12th Exam: સીબીએસઈ 12ની પરીક્ષાને લઈ કયા રાજ્યમાં કેવી સ્થિતિ, જાણો

CBSE 12th Exam: સીબીએસઈ 12ની પરીક્ષાને લઈ કયા રાજ્યમાં કેવી સ્થિતિ, જાણો

By Desk
|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસની બીજી લહેર વચ્ચે સીબીએસઈની ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તારીખને લઈ વિદ્યાર્થીઓ હાલ દુવિધામાં છે. શિક્ષણ મંત્રાલય દ્વારા સીબીએસઈના ધોરણ 12ની પરીક્ષાને લઈ કરવામાં આવેલી બેઠક બાદ 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 29 રાજ્યોએ સીબીએસઈના ધોરણ 12 બોર્ડની પરીક્ષા સાથે આગળ વધવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. જ્યારે દિલ્હી, મહારાષ્ટ્ર, ગોવા અને અંદામાન નિકોબારે કોરોના મહામારી દરમિયાન હાલની પરિસ્થિતિઓમાં બોર્ડ પરીક્ષા કરાવવાનો વિરોધ કર્યો છે. બુધવાર (26 મે) સુધી ઓરિસ્સાને છોડી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કેન્દ્ર સરકાર સાથે પોતાની પ્રતિક્રિયા શેર કરી હતી. શિક્ષણ મંત્રાલયે આ તમામ ફીડબેકને ગંભીરતાથી લીધા છે અને 1 જૂન સુધી બોર્ડ પરીક્ષાઓ પર નિર્ણયની ઘોષણા કરશે.

exam

સીબીએસઈએ આ 2 વિકલ્પો પર પરીક્ષા કરાવી શકે

23 મેના રોજ સીબીએસઈ 12ની પરીક્ષાને લઈ શિક્ષણ મંત્રાલયે બેઠક કરી હતી. સીબીએસઈએ બેઠક બાદ આ વર્ષે માત્ર પ્રમુખ વિષયોની પરીક્ષા કરાવવા સંબંધી રાજ્યોને બે વિકલ્પ આપ્યા. પહેલા પ્રસ્તાવમાં સીબીએસઈએ 19 વિષયોની પરીક્ષા હાલના ફોર્મેટમાં કરાવવાની વાત કહી છે. જ્યારે બીજા વિકલ્પમાં વડા વિષયોની પરીક્ષા પોતાના સ્કૂલમાં જ કરાવવાની વાત કહેવામાં આવી. જેમાં પરીક્ષાની અવધી ઘટાડી 90 મિનિટ કરવાની વાત કહેવામાં આવી છે.

હાલના ફોર્મેટમાં આ 3 રાજ્ય પરીક્ષા લેશે

સીબીએસઈ 12ની પરીક્ષા માટે હા કહેનાર લગભગ 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સીબીએસઈના બીજા વિકલ્પમાં પરીક્ષા આયોજિત કરવાના સંકેત આપ્યા છે અથવા તો આ મામલે કેન્દ્રના ફેસલાના સમર્થનુ માટે સહમત થયા.

માત્ર રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણાએ પહેલા વિકલ્પને પસંદ કર્યો છે. એટલે કે આ ત્રણ રાજ્યો પહેલેથી ચાલી આવતા ફોર્મેટમાં પરીક્ષા કરાવશે. જ્યારે પંજાબ, ઝારખંડ, સિક્કિમ, દમણ અને દીવ જેવારાજ્યોએ બધા વિદ્યાર્થીઓના રસીકરણ બાદ જ પરીક્ષા આયોજિત કરવા માંગે છે.

English summary
CBSE 12th Exam: status of CBSE 12th exam in every state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X