CBSEએ જણાવ્યુ કયા આધારે મળશે 10માંના છાત્રોને માર્કસ, જૂનના ત્રીજા સપ્તાહમાં આવી શકે છે પરિણામ
સીબીએસઈએ હવે માહિતી આપી છે કે પરીક્ષા ના હોવાની સ્થિતિમાં દસમાનુ રિઝલ્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવશે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ)એ આ વર્ષે દસમાંની બોર્ડની પરીક્ષાને કોરોના મહામારીના કારણે રદ કરી દીધી હતી. સીબીએસઈએ હવે માહિતી આપી છે કે પરીક્ષા ના હોવાની સ્થિતિમાં દસમાનુ રિઝલ્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવશે. શનિવારે બોર્ડ તરફથી જણાવવામાં આવ્યુ છે કે સ્કૂલમાં થયેલ ઈન્ટરલ એક્ઝામ પ્રદર્શનના આધારે છાત્રોને માર્કસ મળશે. વળી, રિઝલ્ટ વિશે કહેવામાં આવ્યુ છે કે જૂનના ત્રીજા સપ્તાહમાં રિઝલ્ટ જાહેર કરવામાં આવી શકે છે.

સીબીએસઈએ 10માંના રિઝલ્ટને તૈયાર કરવામાં ઈન્ટરનલ એસેસમેન્ટ નીતિ વિશે જાહેર કરેલ નોટિસમાં કહ્યુ છે કે છાત્રોને 20 ગુણ માટે આ ઈન્ટરનલ એસેસમેન્ટ તેમની સ્કૂલ તૈયાર કરે છે. હવે પરીક્ષાઓ રદ થવાના કારણે બચેલા 80 માર્કસનો ડેટા પણ સ્કૂલે જ તૈયાર કરવાનો રહેશે. આના માટે સ્કૂલ દ્વારા આયોજિત એક વર્ષ દરમિયાન આયોજિત કરેલ વિવિધ ટેસ્ટ/પરીક્ષાને આધારે બનાવવામાં આવશે. દરેક સ્કૂલમાં રિઝલ્ટ તૈયાર કરવા માટે એક સમિતિ બનશે જે રિઝલ્ટ તૈયાર કરશે.
ગયા મહિને કર્યુ હતુ પરીક્ષા રદ કરવાનુ એલાન
કેન્દ્ર સરકારે ગયા મહિને, 4 એપ્રિલે સીબીએસઈ ક્લાસ 10ના આ વર્ષની એક્ઝામ રદ કરવા અને 12માંની પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો. દેશમાં કોરોના મહામારીથી ઉત્પન્ન વર્તમાન પરિસ્થિતિઓને જોતા કેન્દ્ર સરકારે એ નિર્ણય લીધો છે. બોર્ડે કહ્યુ છે કે 12માંની બોર્ડ પરીક્ષાઓ 4મેથી 14 જૂન 2021 સુધી થવાની હતી. જેને સ્થગિત કરી દેવામાં આવી છે. આ પરીક્ષાઓ હવે ક્યારે લેવામાં આવશે તેનો નિર્ણય 1 જૂન, 2021ના રોજ કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
