12માં CBSE બોર્ડની પરીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી, ગુરુવારે લેવાશે અંતિમ નિર્ણય
આજે સુપ્રીમ કોર્ટમાં 12માંની પરીક્ષા રદ કરવાની માંગવાળી જનહિત અરજી પર સુનાવણી કરવામાં આવી.
નવી દિલ્લીઃ કોરોના મહામારીથી દરેક વસ્તુને નુકશાન થયુ છે. જેની અસર છાત્રોના અભ્યાસ પર સૌથી વધુ પડી છે. એવામાં સીબીએસઈ 12માં બોર્ડની પરીક્ષાઓ માટે જલ્દી નિર્ણય લેવાનુ છે. આ મામલે 1 જૂન એટલે કે કાલે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. આજે સુપ્રીમ કોર્ટમાં 12માંની પરીક્ષા રદ કરવાની માંગવાળી જનહિત અરજી પર સુનાવણી કરવામાં આવી. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટ પાસે બે દિવસનો સમય માંગ્યો છે.

પરીક્ષા રદ કરતી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તે બે દિવસમાં 12માં સીબીએસઈ, આઈસીએસઈ બોર્ડ પરીક્ષા આયોજિત કરવા કે રદ કરવા મુદ્દે અંતિમ નિર્ણય કરશે ત્યારબાદ અદાલત સામે પોતાનો નિર્ણય રાખવા માટે ગુરુવાર સુધીનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે આ રીતની સ્થિતિને જોતા કેસને ગુરુવાર સુધી માટે સ્થગિત કરી દીધો. હવે ગુરુવારે અંતિમ નિર્ણય થશે.
તમને જણાવી દઈએ કે પરીક્ષાઓ રદ કરતી જનહિત અરજીને આ પહેલા જસ્ટીસ એએમ ખાનવિલકર અને જસ્ટીસ દિનેશ માહેશ્વરીની પીઠે 28 મેએ સ્થગિત કરી દીધી હતી. વળી, બોર્ડે પરીક્ષાઓ વિશે 23 મેના રોજ ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં હાઈ લેવલ મીટિંગ કરી હતી જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યુ હતુ કે પરીક્ષાની તારીખો પર 1 જૂને નિર્ણય કરવામાં આવી શકે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
