For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું - 10 લાખ જગ્યાઓ ખાલી, ભરતીની યોજના જણાવી

કેન્દ્ર સરકારે બુધવારના રોજ સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષ સુધી તેના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં લગભગ 10 લાખ પદ ખાલી હતા, પરંતુ સરકારે મિશન મોડમાં ભરતીને લઈને પણ મોટી આશા વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જુલાઈ : કેન્દ્ર સરકારે બુધવારના રોજ સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષ સુધી તેના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં લગભગ 10 લાખ પદ ખાલી હતા, પરંતુ સરકારે મિશન મોડમાં ભરતીને લઈને પણ મોટી આશા વ્યક્ત કરી છે.

તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોને દોઢ વર્ષમાં મિશન મોડમાં 10 લાખ પદો પર નિમણૂકો કરવા જણાવ્યું હતું. આવા સમયે જ્યારે વિપક્ષે બેરોજગારીને એક મોટા હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે સરકાર આશાનું કિરણ બતાવવાનો પ્રયાસ કરી રહી છે.

માર્ચ, 2021માં ખાલી હતી 9.79 લાખ જગ્યાઓ

માર્ચ, 2021માં ખાલી હતી 9.79 લાખ જગ્યાઓ

કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં લગભગ 10 લાખ પદો ખાલી છે. બુધવારના રોજ લોકસભાને માહિતી આપવામાં આવીહતી કે, કેન્દ્ર સરકારના વિભાગોમાં 40.35 લાખ મંજૂર પોસ્ટ્સમાંથી, 1 માર્ચ, 2021 સુધીમાં લગભગ 9.79 લાખ પોસ્ટ્સ ખાલી છે.

ખર્ચવિભાગના પે રિસર્ચ યુનિટના વાર્ષિક અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગોમાં ગયા વર્ષે 1 માર્ચ સુધીમાં 40,35,203મંજૂર પોસ્ટ્સ હતી. કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે એક લેખિત જવાબમાં આ માહિતી આપી છે.

માર્ચ, 2021 માં 30,55,876 લાખ નિમણૂક કરાઇ

માર્ચ, 2021 માં 30,55,876 લાખ નિમણૂક કરાઇ

સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, આપેલી તારીખ સુધીમાં મંજૂર પોસ્ટની સામે કેન્દ્ર સરકારમાંઅલગ-અલગ પોસ્ટ પર 30,55,876 થી વધુ નાગરિક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી.

જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, કેન્દ્રસરકારમાં પદોની રચના અને નિમણૂક સંબંધિત મંત્રાલય/વિભાગની જવાબદારી છે અને તે સતત પ્રક્રિયા છે.

કેન્દ્ર સરકારના વિવિધમંત્રાલયો/વિભાગો અને તેમની સાથે જોડાયેલ અથવા ગૌણ કચેરીઓમાં નિવૃત્તિ, પ્રમોશન, રાજીનામું, મૃત્યુ અને અન્ય કારણોસર ખાલીજગ્યાઓ ખાલી થાય છે.

મિશન મોડમાં ભરતીની વિનંતી કરવામાં આવી છે - જીતેન્દ્ર સિંહ

મિશન મોડમાં ભરતીની વિનંતી કરવામાં આવી છે - જીતેન્દ્ર સિંહ

આ પછી કેન્દ્રીય મંત્રી દ્વારા ગૃહમાં આપવામાં આવેલી માહિતી દેશના લાખો બેરોજગાર યુવાનો માટે આશાનું કિરણ સાબિત થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, 'કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો/વિભાગોને સમયબદ્ધ રીતે ખાલી જગ્યાઓ ભરવા માટે મિશન મોડમાં પગલાં લેવાવિનંતી કરવામાં આવી છે'.

ગયા મહિને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ સરકારી વિભાગો અને મંત્રાલયોને આગામી દોઢ વર્ષમાં 'મિશનમોડ'માં 10 લાખ લોકોની ભરતી કરવાનું જણાવ્યું હતું.

2011માં કુલ 30,87,278 કાયમી કર્મચારીઓ હતા.

2011માં કુલ 30,87,278 કાયમી કર્મચારીઓ હતા.

એક અલગ પ્રશ્નના જવાબમાં ડૉ. સિંહે જણાવ્યું હતું કે, શ્રમ મંત્રાલયના રોજગાર અને તાલીમ મહાનિર્દેશાલય દ્વારા હાથ ધરવામાં આવેલીકેન્દ્ર સરકારની કર્મચારીઓની વસ્તી ગણતરી મુજબ માર્ચ 2011માં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં કાયમી કર્મચારીઓની કુલસંખ્યા 30,87,278 હતી. જેમાં મહિલા કર્મચારીઓની સંખ્યા 3,37,439 હતી.

વિપક્ષનો મોટો મુદ્દો રહ્યો છે બેરોજગારી

વિપક્ષનો મોટો મુદ્દો રહ્યો છે બેરોજગારી

નોંધનીય છે કે, આ સમયે દેશની જે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં બેરોજગારી પણ એક મોટો મુદ્દો છે. આ મુદ્દે વિપક્ષમોદી સરકાર પર ખૂબ જ આક્રમક છે.

દરેક ચૂંટણીમાં આ મુદ્દાના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનેઘેરવાના પ્રયાસો થયા છે, પરંતુ વડાપ્રધાને મિશન મોડમાં ભરતી કરવાની હાકલ કર્યા બાદ યુવાનોમાં આ અંગે આશા જાગી છે.

English summary
Central Government in Parliament accepted that 10 lakh vacancies, announced recruitment plan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X