CHC અને સરકારી હોસ્પિટલમાં ભરતી, ગુજરાત સરકાર કરશે 1,903 સ્ટાફની ભરતી
Government Hospital Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સારા સમચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આરોગ્ય સુવિધામાં વધારો કરવા માટે સ્ટાફની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યના સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો માટે 1,903 સ્ટાફ નર્સોની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સમાચાર શેર કરવામાં આવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સ્તરે 1,903 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન અરજીઓ 5 ઓક્ટોબર બાદ સ્વીકારવામાં આવશે. અરજીઓ ઓજસ પ્લેટફોર્મ દ્વારા સબમિટ કરી શકાય છે, અને સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ થવાની આશા રાખવામાં આવી રહી છે.
રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ ખાતે 1903 સ્ટાફ નર્સની ભરતી કરવાનો સંવેદનશીલ નિર્ણય !! pic.twitter.com/40kYqvn5Kn
— Rushikesh Patel (@irushikeshpatel) October 3, 2024












Click it and Unblock the Notifications
