For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Eastern Railway Recruitment 2021: રેલવેમાં 3366 જગ્યા માટે ભરતી શરૂ, 10મું પાસ અરજી કરી શકશે

Eastern Railway Recruitment 2021: રેલવેમાં 3366 જગ્યા માટે ભરતી શરૂ, 10મું પાસ અરજી કરી શકશે

By Staff
|
Google Oneindia Gujarati News

રેલવે રિક્રૂટમેન્ટ સેલે ઈસ્ટર્ન રેલવે ભરતી 2021નું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. ઈસ્ટર્ન રેલવેના વર્કશોપ અને ડિવીજનોમાં અપરેંટિસના કુલ 3366 પદો પર ભરતી થશે. ઈસ્ટર્ન રેલવે અપરેંટિસ ભરતી 2021 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. યોગ્ય ઉમેદવાર ઈસ્ટર્ન રેલવેની સત્તાવાર વેબસાઈટથી ઈસ્ટર્ન રેલવે અપરેંટિસ ભરતી 2021 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ઈસ્ટર્ન રેલવે અપરેંટિસ ભરતી 2021 રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 3 નવેમ્બર 2021 સાંજના 6 વાગ્યા સુધી છે. ઈસ્ટર્ન રેલવે અપરેંટિસ ભરતી 2021નું આખું વિવરણ er.indianrailways.gov.in પર ઉપલબ્ધ છે.

job in railway

આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી કુલ 3366 ખાલી પદો ભરવામાં આવશે. આવશ્યક યોગ્યતા અને અનુભવ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન મોડમાં અરજી કરી શકે છે. જાહેરાતમાં આપેલા માપદંડો મુજબ યોગ્યતાના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ઉમેદવાર શૈક્ષણિક યોગ્યતા, અનુભવ, પસંદગી માપદંડ અને અન્ય વિવરણ જોઈ શકે છે.

નોટિફિકેશનઃ 3366 પદો માટે પૂર્વી રેલવે અપરેંટિસ ભરતી 2021
નોટિફિકેશન તારીખઃ 30 સપ્ટેમ્બર 2021
જમા કરવાની છેલ્લી તારીખઃ 3 નવેમ્બર 2021
શહેરઃ કોલકાતા
રાજ્યઃ પશ્ચિમ બંગાળ
સંગઠનઃ પૂર્વી રેલવે
શૈક્ષણિક યોગ્યતાઃ માધ્યમિક, અન્ય યોગ્યતાઓ
કાર્યાત્મકઃ પ્રશાસન, અન્ય કાર્યાત્મક ક્ષેત્ર

મહત્વપૂર્ણ તારીખો
નોટિફિકેશન પ્રકાશનઃ 1 ઓક્ટોબર 2021
ઓનલાઈન અરજી શરૂઃ 4 ઓક્ટોબર 2021 સવારે 10 વાગ્યે
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખઃ 3 નવેમ્બર 2021 સાંજના 6 વાગ્યા સુધી
પસંદિત ઉમેદવારોની યાદીઃ 18 નવેમ્બર 2021

પૂર્વી રેલવે ભરતી 2021 ખાલી પદોનું વિવરણ
હાવડા ડિવીઝનઃ 659 પદ
સિયાલદહ ડિવીઝનઃ 1123 પદ
આસનસોલ ડિવીઝનઃ 412 પદ
માલદા ડિવીઝનઃ 100 પદ
પંચનપારા ડિવીઝનઃ 190 પદ
લિલુઆ ડિવીઝનઃ 204 પદ
જમાલપુર ડિવીઝનઃ 678 પદ

પૂર્વી રેલવે ભરતી 2021 પાત્રતા માપદંડ
શૈક્ષણિક યોગ્યતાઃ ઉમેદવાર સરકારી માન્યતા પ્રાપ્ત બોર્ડથી કુલ મિલાવી ન્યૂનતમ 50 ટકા અંકો સાથે 10મા ધોરણની પરીક્ષા અથવા તેની સમકક્ષ ઉતીર્ણ થયેલો હોવો જોઈએ અને એનસીવીટી/એસસીવીટી દ્વારા જાહેર સૂચિત ટ્રેડમાં રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. જો કે નિમ્નલિખિત ટ્રેડો માટે ન્યૂનતમ શૈક્ષણિક યોગ્યતા કોઈ માન્યતા પ્રાપ્ત સ્કૂલથી 8મું ધોરણ પાસ અને એનસીવીટી/ એસસીવીટી દ્વારા જાહેર અધિસૂચિત ટ્રેડમાં રાષ્ટ્રીય ટ્રેડ સર્ટિફિકેટ છે.

ખાલી જગ્યાઓ
વેલ્ડર (ગેસ અને ઈલેક્ટ્રિક)
શીટ મેટલ કર્મચારી
વ્યવહાર કરનાર
વાયરમેન
પેઈન્ટર (સામાન્ય)

પૂર્વી રેલવે ભરતી 2021 ઉંમર સીમા વર્ગ
ઉમેદવારની ઉંમર 15થી 24 વર્ષ સુધી હોવી જોઈએ. સરકારી માપદંડો મુજબ આરક્ષિત વર્ગ માટે ઉંમર વર્ગમાં છૂટ હશે.

પૂર્વી રેલવે ભરતી 2021 પસંદગી માપદંડ
અધિસૂચના સામે અરજી કરનાર તમામ પાત્ર ઉમેદવારોના સંબંધમાં તૈયાર યોગ્યતાના આધારે પસંદગી થશે.

પૂર્વી રેલવે ભરતી 2021 અરજી ફી
100 રૂપિયા ફી રાખવામાં આવી છે જો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતી, પીડબલ્યૂબીડી, મહિલા ઉમેદવારોએ કોઈપણ પ્રકારનો ચાર્જ આપવો પડશે નહીં.

પૂર્વી રેલવે ભરતી 2021 માટે કેવી રીતે અરજી કરવી
ઈચ્છુક ઉમેદવાર 3 નવેમ્બર 2021 સુધી અથવા તે પહેલાં ઓનલાઈન માધ્યમથી પદો પર અરજી કરી શકે છે. ઉમેદવાર ભવિષ્યના સંદર્ભ માટે અરજીની પ્રિંટઆઉટ લઈ શકે છે.

Eastern Railway Recruitment 2021 Apply Online Registration Link

English summary
Eastern Railway Recruitment 2021: recruitment for 3366 posts in Railways, 10th pass can apply
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X