Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

EPFO Recruitment 2023 : ઈપીએફઓમાં નોકરી માટે છેલ્લી તક, આ રીતે કરો અરજી

UPSC EPFO Recruitment : યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC EPFO નોટિફિકેશન 2023 બહાર પાડ્યું છે. UPSC EPFO ભરતી માટેની અરજી પ્રક્રિયા 18 તારીખે સમાપ્ત થઈ રહી છે, UPSC એ આ અંગે નોટિસ પણ જાહેર કરી છે.

EPFO Recruitment 2023 : કર્માચારી ભવિષ્યનિધિ સંગઠનમાં કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) દ્વારા એન્ફોર્સમેન્ટ ઓફિસર (EO), એકાઉન્ટ્સ ઓફિસર (AO), અને મદદનીશ ભવિષ્ય નિધિ કમિશનરની જગ્યાઓ માટે ભરતી નોટિફિકેશન જાહેર કર્યું હતું. 25 ફેબ્રુઆરીના રોજ અરજી મંગાવવાની શરૂઆત કરી હતી. આ માટે અરજી કરવા માટેની છેલ્લી તારીખ 17 માર્ચ છે.

EPFO Recruitment 2023

UPSCએ એક સૂચના પણ બહાર પાડી છે, જેમાં ઉમેદવારોને શક્ય તેટલી વહેલી તકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉમેદવારોની સુવિધા માટે કરવામાં આવી રહ્યું છે, જેથી છેલ્લી ઘડીની ભીડ ટાળી શકાય.

UPSC એ જણાવ્યું છે કે, કુલ 577 જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાંથી 418 એન્ફોર્સમેન્ટ ઓફિસર/એકાઉન્ટ ઓફિસરની પોસ્ટ માટે છે અને બાકીની 159 મદદનીશ ભવિષ્ય નિધિ કમિશનર માટે છે. બંને પદો માટે ઉમેદવારોની ભરતી કરવા માટે કમિશન UPSC EPFO ​​ પરીક્ષા 2023નું આયોજન કરશે, જે પછી ઇન્ટરવ્યુ રાઉન્ડ થશે. બંને ભરતી ટેસ્ટ (RT) અલગથી લેવામાં આવશે. પરીક્ષાની તારીખ UPSC વેબસાઇટ પર પછીથી સૂચિત કરવામાં આવશે. ઉમેદવારો નોંધણીની તારીખ, વેકેન્સી બ્રેક-અપ અને અન્ય વિગતો ચકાસી શકે છે.

UPSC EPFO ​​2023 માટે યોગ્યતા

UPSC EPFO ​​2023 માટે યોગ્યતા

ઉમેદવાર પાસે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. (ઉમેદવારોના કિસ્સામાં સક્ષમ અધિકારી/યુનિયન પબ્લિક સર્વિસકમિશનની વિવેકબુદ્ધિથી લાયકાત છૂટછાટપાત્ર છે)

UPSC EPFO વય મર્યાદા

UPSC EPFO વય મર્યાદા

  • એન્ફોર્સમેન્ટ ઓફિસર (EO) / એકાઉન્ટ્સ ઓફિસર (AO) માટે વય મર્યાદા 30 વર્ષ
  • સહાયક ભવિષ્ય નિધિ કમિશનર (APFC) માટે વય મર્યાદા 35 વર્ષ
UPSC EPFO ​​2023 પસંદગી માપદંડ

UPSC EPFO ​​2023 પસંદગી માપદંડ

  • પસંદગી ભરતી ટેસ્ટ (RT), ઈન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.
  • અરજી ફી વિશે વાત કરીએ તો, Gen/OBC/EWS કેટેગરીના ઉમેદવારોએ 25 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.
  • જ્યારેSC/ST/PwD/સ્ત્રી ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની નથી.
UPSC EPFO ​​2023 ભરતી માટે ઓનલાઇન કેવી રીતે અરજી કરવી?

UPSC EPFO ​​2023 ભરતી માટે ઓનલાઇન કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ. ત્યાં તમને "Apply Now" માટેની લિંક મળશે, તેના પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ, એક નવું પેજ ખુલશે, અહીં તમારે "Yes, I Agree" પર ક્લિક કરીને આગળ વધવું પડશે.
  • હવે અહીં પૂછવામાં આવેલી જરૂરી વિગતો ભરો અને પરીક્ષા કેન્દ્ર પણ પસંદ કરો.
  • આ પછી ફોટો સાઇન વગેરે અપલોડ કરો.
  • અરજી ફોર્મ સંપૂર્ણ ભર્યા પછી સબમિટ કરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X