TaT હાયર સેકન્ડરી માટે પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે લેવાશે પરિક્ષા
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા TAT 1 ની પ્રીલીમ અને મુખ્ય એમ બન્ને પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષા દ્વિસ્તરીય પધ્ધતિ દ્વારા લેવાઇ હતી. આગામી 15 જુલાઈની આસપાસ તેમનું પરિમાણ પણ જાહેર કરવામાં આવનાર છે.
SEB દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કારણ કે એસઇબી દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક માટેની TAT Exam Form નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ TAT 2 માટે ફોર્મ ભરવાની તારીખ પરિક્ષાની તારીખ તથા પરિણામની તારીખ આપવામાં આવી છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની સતાવાર વેબસાઇટ પર ગુજરાત TAT-2 નોટિફિકેશન 2023 માટેની આજે જાહેરાત કરવામાં આવી છે. આ માટે નિયત કરવામા આવેલી લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ દ્વારા 5 જુલાઇ 2023 થી 15 જુલાઇ 2023 સુધી ગુજરાત TAT-2 ઉચ્ચતર માધ્યમિક 2023 માટે ફોર્મ કરી શકે છે.
ગુજરાત TAT-2 ઓફીસીયલ નોટિફિકેશન નીચેઆપેલું છે. ગુજરાત ટાટ નોટિફિકેશન માટે અરજી કરતા પહેલા ઉમેદવારને ગુજરાત ટાટ નોટિફિકેશન PDF કાળજીપૂર્વક અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાત TAT-2 નોટિફિકેશન PDF રાજય પરીક્ષ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે. ગુજરાત TAT-2 પરીક્ષા 2023 માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોએ ગુજરાત TAT-2 નોટિફિકેશન 2023 PDF નો અભ્યાસ કરી ઓજસ વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.
ઉમેદવારો ગુજરાત TAT-2 નોટિફિકેશન 2023 PDF અહીં આપેલી છે જેમાં લાયકાતના માપદંડો, પ્રવેશની વિગતો, પરીક્ષાની પધ્ધતિ અને અન્ય વિગતો જેવી મહત્વપૂર્ણ માહિતી હશે.
TAT-2 પરીક્ષા પેટર્ન
- TAT-2 પરીક્ષા TAT-1 પરીક્ષાની જેમ બે તબ્બકામાં લેવામાં આવશે.
- પ્રથમ પરીક્ષા પાસ કરી કટ ઓફ માં આવનાર ઉમેદવારોને મેઇન પરીક્ષા આપવા દેવામાં આવશે.
- આ માટે SEB દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
- TAT-2 પરિક્ષાની વધારે માહિતી માટે વેબસાઇટની મુલાકત લેતા રહેશો












Click it and Unblock the Notifications
