Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Explanied : વિદેશ જઈને પૈસા કમાવવા માંગો છો? યુરોપના આ દેશે ખોલ્યા છે તમારા માટે દરવાજા

હાલ ગુજરાતીઓ અને ભારતીયના ઘણા બધા લોકો વિદેશમાં સ્થાયી થઈ ગયા છે, જ્યારે હજુ પણ એવા કેટલાય લોકો છે જે વિદેશમાં સ્થાયી થવાના સ્વપ્ન જોઈ રહ્યા છે. ત્યારે યૂરોયના એક દેશે વિદેશમાં સ્થાયી થવા માંગતા લોકો માટે મહત્વની જાહેરાત કરી છે.

શુક્રવારે એટલે કે, 18 ઓક્ટોબર, 2024ના રોજ પત્રકારોને સંબોધત ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, જર્મનીએ કુશળ ભારતીય વેપારીઓ માટે વિઝા ક્વોટા 20 હજારથી વધારીને 90 હજાર કરવાનો નિર્ણય કર્યો છે. આ ચાર ગણા વધારાને કારણે બંને દેશો વચ્ચે આર્થિક અન્ વ્યપારીક સબંધોમાં સુધારો આવશે. જર્મનીની પ્રજા હવે વૃદ્ધ થઈ રહી છે અને કામદારોની અછત હોવાને કારણે ત્યા વધુ કામદારોની જરૂર છે ત્યારે સ્થાનિક વેપારને ગતિ મળે માટે આ પગલુ ભરવામાં આવ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Germany

સમગ્ર જાહેરાત અંગેની મળતી માહિતી અનુસાર, 2014માં જર્મનીમાં 27 ટકા વસ્તી 60 વર્ષ કે તેથી વધુ વયની હતી, હવે આ વસ્તીનો આંક 2030 સુધીમાં 35 ટકા સુધી પહોંચવાની ધારણા છે. જર્મની દ્વારા વિઝા ક્વોટા વધારવામાં આવ્યો તેમાં, નર્સ, કેર ટેકર, ચાઈલ્ડ કેર, ટ્રક ડ્રાઈવર અને એન્જિનિયર જેવી મધ્યમ સ્તરની નોકરીઓનો સમાવેશ થાય છે.

જર્મનીના પ્રતિનિધિઓએ દિલ્હીમાં આ અંગે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, "ભારતીયના ઘણા યુવા કુશળ લોકો શ્રમ બજારમાં આગળ વધી રહ્યા છે. જર્મનીમાં હાલ કામદારોની જરૂર છે. જર્મની દ્વારા લેવાયેલા આ પગલાથી બંને દેશના લોકોને ફાયદો થશે". જર્મન એકેડેમિક એક્સચેન્જ સર્વિસ (DAAD) ના નવીનતમ ડેટા અનુસાર, 2023-24ના શિયાળાના સત્ર દરમિયાન ભારતના 49,483 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ પાછલા વર્ષની સરખામણીમાં 15% નો વધારો દર્શાવે છે, જે ભારતીયો ચીનને પછાડીને દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું સૌથી મોટું જૂથ બનાવે છે, 2022માં થયેલા કરાર અંગે બેરબોકે જણાવ્યું હતું કે, તેઓએ જર્મનીમાં આવતા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની સંખ્યામાં 25% વધારો જોયો છે, અને સંભવતઃ વધુ ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ જર્મનીમાં સ્થાયી થશે.

જર્મનીના શ્રમ અને સામાજિક બાબતોના મંત્રી હેઈલે જણાવ્યું હતું કે, તેમના દેશે તાજેતરમાં ઈમિગ્રેશન માટે કાનૂની જરૂરિયાતોનું નવું માળખું બનાવ્યુ છે, જેમાં વિઝા ડિજિટલાઈઝેશન પ્રોગ્રામ અને નોકરી શોધનારાઓ માટે વિઝા પ્રોગ્રામનો સમાવેશ થાય છે.આ નવા માળખા અનુસાર, વિઝાની પ્રોસેસનો સમય પણ ઘટાડી દેવામાં આવ્યો છે, જેઓ જર્મનીમાં લાંબા સમય સુધી રહેવા અને કામ કરવા માગે છે તેમને ઇમિગ્રેશન અને અન્ય લાભો માટે પ્રાથમિકતા આપવામાં આવશે.

જર્મનીમાં અભ્યાસ કરવા અથવા કામ કરવા માટે રસ ધરાવતા લોકો માટે જર્મન ભાષામાં શીખવી આવાશ્યક છે. જર્મન અધિકારીઓ અનુસાર, ભારતીયો અમેરિકા અને બ્રિટન જેવા અંગ્રેજી બોલતા દેશોને પસંદ કરી શકે છે. પરંતુ ભારતીયો માટે જર્મન શીખવું જરૂરી છે, જેથી તેઓ અનેક પ્રકારની નોકરીઓમાં કામ કરી શકે.

હેઈલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, "અમારા દેશમાં લોકો જર્મની ભાષા શીખે તે બંને દેશના આર્થીક હીતમાં મહત્વપૂર્ણ છે. હીલે ભારતને "આદર્શ ભાગીદાર" તરીકે દર્શાવ્યુ હતુ કારણ કે, ભારત વિશાળ કાર્યબળ સાથે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. તેમણે કહ્યું કે જર્મનીમાં કુશળ કારીગરો આકર્ષવા માટે સારી પ્રગતિ થઈ છે, ખાસ કરીને દવા,નર્સિંગ કેર અને આઈટી અમારે સ્કીલ કારીગરોની સૌથી વધુ જરૂર છે.

આ સમયે જર્મનીના ચાન્સેલર સ્કોલ્ઝે વડાપ્રધાન મોદીને કહ્યું, "અમારો ઉદ્દેશ્ય ભારતમાંથી વધુ કુશળ કામદારોને જર્મની જવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. છેલ્લા એક વર્ષમાં જ જર્મનીમાં કામ કરતા ભારતીયોની સંખ્યામાં 23,000નો વધારો થયો છે, તેમણે જર્મન બિઝનેસ 2024ની 18મી એશિયા-પેસિફિક કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં જર્મન યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓના સૌથી વધુ છે તેમણે જર્મનીમાં ભારતીયો માટે અનુભવ અને કાર્યકારી વાતાવરણને વધુ સાનુકૂળ બનાવવા માટે ડિજિટાઈઝેશન અને ઝડપી વિઝા અરજી પ્રક્રિયા દ્વારા વિઝા અરજી પ્રક્રિયામાં સુધારો કરવાની યોજનાની પણ જાહેરાત કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X