For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GATE 2021: ગેટ પરીક્ષાના એડમિટ કાર્ડ આવી રીતે ડાઉનલોડ કરો

GATE 2021: ગેટ પરીક્ષાના એડમિટ કાર્ડ આવી રીતે ડાઉનલોડ કરો

|
Google Oneindia Gujarati News

GATE 2021 Admit Card: આઈઆઈટી બોમ્બેએ ગેટ 2021 પરીક્ષા માટે પોતાની સત્તાવાર વેબસાઈટ gate.iitb.ac.in પર એડમિટ કાર્ડ જાહેર કરી દીધાં છે. જે ઉમેદવારોએ ગેટ 2021 માટે અરજી આપી હતી તેઓ ઓનલાઈન વેબસાઈટ પર જઈ પોતાનાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આઈઆઈટી- બોમ્બે ગેટ 2021 પરીક્ષાનું આયોજન 5, 6, 7, 12, 13 અને 14 ફેબ્રુઆરીએ થશે. બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરાશે. જ્યારે ગેટ 2021 પરીક્ષાનું રિઝલ્ટ 22 માર્ચ 2021ના રોજ જાહેર કરાશે.

GATE 2021

ગેટ 2021 પરીક્ષાનું એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

  • ઉમેદવાર સૌથી પહેલાં ગેટ 2021ની સત્તાવાર વેબસાઈટ gate.iitb.ac.in પર જાય.
  • જે બાદ સ્ક્રીન પર GATE 2021 Admit Card વાળી લિંક હશે તેના પર ક્લિક કરવું
  • હવે ગેટ 2021નું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં માંગેલી જરૂરી જાણકારી નોંધી લૉગઈન કરો.
  • જે બાદ તમે તમારું ગેટ 2021 પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  • ભવિષ્યની સુવિધા માટે એડમિટ કાર્ડ પ્રિન્ટ કરી લેવાની સલાહ આપવામાં આવે છે.

આ વર્ષે ગેટમાં જે મોટા બદલાવ કરાયા છે, તેમાંથી એક છે સાઈંસ અને એન્જીનિયરિંગના ઉમેદવારોની સાથે જ હ્યૂમૈનિટીઝ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકે છે. નવા જે બે વિષય જોડવામાં આવ્યા છે તે- પર્યાવરણ વિજ્ઞાન અને એન્જીનિયરિંગ એન્ડ હ્યૂમૈનિટીઝ અને સામાજિક વિજ્ઞાન છે. જે બાદ કુલ વિષયોની સંખ્યા વધીને 27 થઈ ગઈ છે. આની સાથે જ પાત્રતા માપદંડને પણ પહેલાથી ઓછું કરી આ વર્ષે ન્યૂનતમ 10+2+4થી 10+2+3 કરી દેવામાં આવ્યું છે. જેનો મતલબ એ થયો કે જે ઉમેદવાર હાલ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામના ત્રીજા વર્ષમાં છે તેઓ ગેટ 2021 માટે અરજી કરી શકે છે. આનાથી તેમને પોતાના અંકોમાં સુધારો કરવા માટે વધુ એક વર્ષનો અવસર મળી ગયો છે.

Indian Coast Guard recruitment 2021: 10મુ-12મુ પાસ માટે બંપર ભરતી, જાણો વિગત Indian Coast Guard recruitment 2021: 10મુ-12મુ પાસ માટે બંપર ભરતી, જાણો વિગત

English summary
GATE 2021: downloads gate 2021 admit card online
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X