PSI-LRD માટેની આટલી અરજીઓ રદ કરાઈ, જાણો કેમ?
GPRB એ PSI અને લોકરક્ષક દળની ભરતીમાં પારદર્શિતા જાળવવા કડક પગલું ભર્યું છે. ચકાસણીમાં એકથી વધુ ફોર્મ ભરનારા ઉમેદવારો ધ્યાનમાં આવતા બોર્ડે ૧,૧૨૧ વધારાની અરજીઓ રદ કરી છે.
આ પહેલાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પણ બોર્ડે ૫૮,૨૨૮ ડુપ્લિકેટ અરજીઓ રદ કરી હતી. નવી ચકાસણી બાદ વધુ એકથી વધુ અરજી કરનારા ઉમેદવારોની યાદી GPRB વેબસાઇટ પર જાહેર થઈ છે.

ભરતી બોર્ડે અરજીઓની માન્યતા અંગેના નિયમો સ્પષ્ટ કર્યા છે. સિસ્ટમ દ્વારા છેલ્લે કન્ફર્મ થયેલી મુખ્ય અરજીને જ પ્રાથમિકતા અપાશે. જો ઉમેદવારે BOTH (PSI અને LRD બંને) કેટેગરીમાં એકથી વધુ વખત અરજી કરી હોય, તો છેલ્લી BOTH અરજી જ માન્ય ગણાશે. બાકીની રદ થશે.
માત્ર PSI કે LRD માટે એકથી વધુ ફોર્મ ભર્યા હોય તો તે ચોક્કસ કેડરની છેલ્લી અરજી માન્ય રહેશે. BOTH ઉપરાંત માત્ર PSI કે LRD ના ફોર્મ ભર્યા હોય, તો છેલ્લી BOTH વાળી અરજી જ માન્ય રહેશે. અગાઉની બધી અરજીઓ રદ થશે.
જે ઉમેદવારોની અરજીઓ રદ થઈ છે અને તેમને કોઈ વાંધો કે રજૂઆત હોય, તેમને ભરતી બોર્ડે એક તક પૂરી પાડી છે. તેઓએ આગામી ૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં બોર્ડની કચેરી ખાતે રૂબરૂ પોતાની રજૂઆત કરવાની રહેશે.
રજૂઆતનો સમય જાહેર રજાના દિવસો સિવાય સાંજે ૧૭:૦૦ કલાક સુધીનો રહેશે. ટપાલ, કુરિયર, ઈમેલ દ્વારા મોકલેલી કે નિયત સમયસીમા બાદ મળેલી કોઈપણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર રહી ખાતરી કરી લેવી સલાહભર્યું છે.












Click it and Unblock the Notifications
