Gujarat police bharti : પોલીસ ભરતીના તૈયારી કરનારા ઉમેદવારો માટે ખુશખબર, રાજ્ય સરકાર કરશે આટલા પદો પર ભરતી
Gujarat police bharti : ગુજરાતમાં પોલીસમાં ભરતીની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન 14,000 થી વધુ પદ માટે ભરતીની જાહેરાત થવા જઈ રહી છે.
હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે માહિતી આપી કે બીજા તબક્કાની 14,283 જગ્યા માટેની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ અને ભરતીના મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં આ માહિતી જાહેર કરી હતી. હાલ રાજ્યમાં કુલ 25,660 જગ્યાઓમાંથી 14,283 જગ્યાઓ ખાલી છે, જે માટે ઑગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની બેન્ચે આ મામલે સુઓ મોટો પિટિશન પર સુનાવણી હાથ ધરી હતી. સરકાર દ્વારા વધુમાં જણાવાયું કે પ્રથમ તબક્કાની 11,000 થી વધુ જગ્યા માટેની ભરતી પ્રગતિમાં છે, જેમાં ફિઝિકલ પરીક્ષાઓ ચાલી રહી છે.
પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષાનું આયોજન જુલાઈ 2025 સુધીમાં પૂર્ણ થશે. બીજા તબક્કાની ભરતી માટે ઑગસ્ટ-સપ્ટેમ્બર 2025 દરમિયાન નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
