PT teacher recruitment : વ્યાયામ શિક્ષક ઉમેદવારો માટે મહત્વના સમાચાર, સરકારે ભરતીને લઈને મોટી જાહેરાત કરી
PT teacher recruitment : ગાંધીનગરથી વ્યાયામ શિક્ષક ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ચાલતા આંદોલનના પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે એક રચાયેલી વિશેષ કમિટીને લઈને આદેશ આપવામાં આવ્યો છે.

છેલ્લા 32 દિવસથી વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો પોતાની માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલનને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ ઉમેદવારોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે નિર્ણય લેવાયો.
રચાયેલી કમિટીને વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી સંબંધિત તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ કમિટી ભરતીની પ્રક્રિયા, શરતો અને સમયમર્યાદા અંગે યોગ્ય નિર્ણય લેશે. આ નિર્ણય ઉમેદવારોના હિતમાં હશે અને શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુનિશ્ચિત કરશે.
નોંધનીય છે કે છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી. આ કારણે ઘણા ઉમેદવારો નોકરીની રાહ જોઈ રહ્યા છે. આ નવી પહેલથી ઉમેદવારોને આશા જાગી છે કે ટૂંક સમયમાં તેમની માગણીઓ પૂર્ણ થશે.
કમિટીની રચના બાદ હવે ઉમેદવારોને કમિટીના અહેવાલ અને ભરતી પ્રક્રિયાની જાહેરાતની રાહ જોવી પડશે. આ પગલું વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો માટે નવી આશા લઈને આવ્યું છે અને શિક્ષણ ક્ષેત્રમાં સકારાત્મક ફેરફારની અપેક્ષા છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં શિક્ષકોની ભરતી સાથે સાથે વ્યાયામ શિક્ષકો પણ લાંબા સમયથી ભરતીની માંગ કરી રહ્યાં છે. સરકારનો આ નિર્ણય હવે કેટલો કારગર રહે છે તે તો આગળ જતા જ ખબર પડશે.












Click it and Unblock the Notifications
