અમેરિકામાં સરકારી નોકરી કેવી રીતે મળે? શું ત્યાં પણ ભારતની જેમ જ લાંબી લાઈનો છે?

ભારતમાં સરકારી નોકરી માટે યુવાનો એડીચોટીનું જોર લગાવતા જોવા મળે છે. આજે ભારતના તમામ રાજ્યોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કોઈપણ ભરતીમાં લાખો લોકો એપ્લાય કરે છે. જો કે આ તો થઈ વાત ભારતની પરંતુ શું અમેરિકામાં આવી જ રીતે લાઈનો લાગે છે? આજે આપણે જાણવાના છીએ કે ત્યાં સરકારી નોકરી કેવી રીતે મળે છે?

તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકી યુવાનોમાં ભારતની જેમ સરકારી નોકરીનો ક્રેઝ નથી. ચૌકાવનારી બાબત એ છે કે હાલ મંદીના માહોલમાં પણ ત્યાંના યુવાનો સરકારી નોકરીની એટલી ઈચ્છા નથી રાખતા.

Job

યુવાનોની આ ચોઈસ પાછળ ઘણા કારણો છે. તેમાંનું એક કારણ એ છે કે અમેરિકા એક વિકસિત દેશ છે અને ત્યાંના પ્રાઈવેટ નોકરીના ધારા-ધોરણોને કારણે મોટો પગાર અને બીજા ઘણા લાભો મળે છે. જ્યારે બીજી તરફ સરકારી નોકરીમાં નિશ્ચિત પગાર જ મળે છે. જે ખાનગી ક્ષેત્ર કરતા ઓછો હોય છે. આ જ કારણ છે યુવા સરકારીની જગ્યાએ પ્રાઈવેટ નોકરી પસંદ કરે છે.

ભારતમાં અમેરિકાથી વિપરિત સ્થિતી છે. અહીં પ્રાઈવેટ સેક્ટરમાં મર્યાદિત નોકરીઓ છે, જેમને સારો પગાર મળે છે. બાકીના કર્મચારીઓને જીવવા માટે જોઈએ તેના કરતા ઘણો ઓછો પગાર મળે છે. ભારતમાં લોકો પ્રાઈવેટ સેક્ટરની નોકરીઓને સુરક્ષિત નથી માનતા, આ જ કારણ છે કે અહીંના યુવાનો સરકારી નોકરીઓ પાછળ ગાંડા છે.

અમેરિકામાં સરકારી નોકરી માટે તમારે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અમેરિકામાં ત્રણ પ્રકારની સરકારી નોકરીઓ છે. સ્થાનિક, રાજ્ય અને ફેડરલ. તમે જે પણ સરકારી નોકરી કરવા માંગો તેની લાયકાત અનુસાર પસંદગી કરી શકો છો. અમેરિકામાં કેટલીક ખાસ નોકરીઓ માટે તમારે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરવી પડશે. આ પછી જ તમે આ વિશેષ સરકારી નોકરીઓ માટે ક્વોલિફાય થાવ છો. અમેરિકા સિવિલ સર્વિસ કમિશન એક પરીક્ષાનું આયોજન કરે છે, જેમાં સમગ્ર અમેરિકામાંથી યુવાનો જોડાય છે.

જો તમે અમેરિકામાં સરકારી નોકરી કરવા ઈચ્છતા હોય તો સૌથી પહેલા USAJOBS પર પ્રોફાઇલ બનાવવી પડે છે. આ યુએસ સરકારી નોકરીઓ માટેની જોબ વેબસાઇટ છે. અહીં પ્રોફાઈલ બનાવ્યા પછી જ તમે કોઈપણ સરકારી નોકરી માટે અરજી કરી શકો છો.

આ વેબસાઈટ પર તમને અમેરિકામાં તમામ સરકારી નોકરીઓ વિશે માહિતી મળશે. તમે લાયકાત અનુસાર સરકારી નોકરીની પસંદગી કરો અને પછી આ વેબસાઇટ દ્વારા તેના માટે અરજી કરો. અરજી કર્યા પછી જો તે નોકરી યોગ્યતાના આધારે ઉપલબ્ધ થશે તો તમને તેની આગળની પ્રકિયા માટે ઉપલબ્ધ રહેશો. તમારે તે નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે, તે પાસ કર્યા પછી જ તમને તે નોકરી મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X