For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IBPS એ RRB ઑફિસર સ્કેલ-1ની મુખ્ય પરીક્ષાના સ્કોર કાર્ડ, ઈન્ટરવ્યુ કૉલ લેટર કર્યા જાહેર

આઈબીપીએસે ઑફિસર સ્કેલ-1ની મુખ્ય પરીક્ષાનુ સ્કોર કાર્ડ જાહેર કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

IBPS RRB: આઈબીપીએસે ઑફિસર સ્કેલ-1ની મુખ્ય પરીક્ષાનુ સ્કોર કાર્ડ જાહેર કરી દીધુ છે. આઈબીપીએસની અધિકૃત વેબસાઈટ પર સ્કોર કાર્ડ જોઈ શકાય છે. જે લોકોએ પરીક્ષામાં સફળતા મેળવી છે તેમને ઈન્ટરવ્યુ રાઉન્ડ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ઈન્ટરવ્યુ રાઉન્ડ માટે આઈબીપીએસે કૉલ લેટર પણ જાહેર કરી દીધા છે. જેને આઈબીપીએસની વેબસાઈટ ibps.inથી ડાઉનલોડ કરી શકાય છે. સ્કોર કાર્ડને 20 ફેબ્રુઆરી સુધી જોઈ શકાય છે. વેબસાઈટ પરથી સ્કોર કાર્ડને ડાઉનલોડ કરી શકાય છે.

jobs

સ્કોર કાર્ડ ચેક કરવા માટે શું કરશો

સ્ટેપ 1 - આઈબીપીએની વેબસાઈટ પર જાવ.
સ્ટેપ 2 - સ્ક્રોલિંગ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3 - રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 4 - તમારી સ્ક્રીન પર નવી લિંક ખુલશે.
સ્ટેપ 5 - ફૉર્મ ભરો અને સ્કોર કાર્ડને ડાઉનલોડ કરો.

તમને જણાવી દઈએ કે મુખ્ય પરીક્ષા બાદ ઈન્ટરવ્યુ પણ ફેબ્રુઆરી મહિનામાં જ આયોજિત કરાવવામાં આવશે. સફળ પ્રતિયોગીઓએ પોતાનો ફોટો લઈને ઈન્ટરવ્યુ માટે આવવાનુ રહેશે. જ્યાં તેમના આંખની કીકીનો ફોટો ક્લિક કરવામાં આવશે. ઈન્ટરવ્યુના સમયે પ્રતિસ્પર્ધીઓએ પોતાના બધા દસ્તાવેજ લાવવાના રહેશે. જેઓ પોતાના દસ્તાવેજો લઈને નહિ આવે તેમને ઈન્ટરવ્યુમાં શામેલ કરવામાં આવશે નહિ.

આ બાબતે આઈબીપીએસ તરફથી પહેલેથી નોટિસ જાહેર કરવામાં આવી ચૂકી છે. તમને જણાવી દઈએ કે આઈબીપીએસ તરફથી કટ ઑફ લિસ્ટને વેબસાઈટ પર જાહેર કરવામાં આવી ચૂક્યુ છે એવામાં જે પ્રતિસ્પર્ધીઓએ નિર્ધારિત ગુણ મેળવ્યા છે માત્ર તેમને જ ઈન્ટરવ્યુમાં શામેલ થવાનો મોકો મળશે. ઉલ્લેખનીય છે કે અલગ અલગ રાજ્યોના કટ ઑફ લિસ્ટ વેબસાઈટ જાહેર કરી દેવામાં આવ્યા છે.

ઓરિસ્સામાં ફરીથી લાગુ થશે કૃષિ સુધાર વટહુકમઃ સીએમ પટનાયકઓરિસ્સામાં ફરીથી લાગુ થશે કૃષિ સુધાર વટહુકમઃ સીએમ પટનાયક

English summary
IBPS RRB officer scale 1 main score and interview call letter released, Know how to download.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X