For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India Post Recruitment 2023 : ટપાલ વિભાગમાં 40 હજારથી વધુ જગ્યા માટે ભરતી, આ રીતે કરો અરજી

India Post Recruitment 2023 : પોસ્ટ વિભાગના દેશભરમાં વિવિધ સર્કલમાં 40 હજારથી વધુ ગ્રામીણ ટાપલ સેવકોની ભરતી થવાની છે. આ ભરતી હેઠળ ગુજરાતમાં 2017 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

India Post Recruitment 2023 : ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ટપાલ સેવકની ભરતી માટે ઇચ્છૂક ઉમેદવારો માટે સારા સમાચાર છે. સમગ્ર દેશમાં વિવિધ ટપાલ વિભાગના સર્કલોમાં 40 હજારથી વધુ ગ્રામીણ ટપાલ સેવકોની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટમાસ્ટર અને ટપાલ સેવકની જગ્યા માટે જાહેર કરવામાં આવી છે.

ગુજરાત સર્કલમાં 2017 જગ્યાઓ

ગુજરાત સર્કલમાં 2017 જગ્યાઓ

ટપાલ વિભાગ ગ્રામીણ ટપાલ સેવક ભરતી 2023 માટે પ્રાપ્ત માહિતી અનુસાર, તમામ સર્કલો સહિત મહત્તમ 40,889 જીડીએસની ભરતીથવાની છે.

આ ખાલી જગ્યાઓમાંથી સૌથી વધુ 7,987 જગ્યાઓ ઉત્તર પ્રદેશ સર્કલ માટે છે. જે બાદ સૌથી વધુ 3,167 જગ્યાઓ તમિલનાડુ માટે, 3,036 કર્ણાટક માટે અને 2,480 આંધ્ર પ્રદેશ સર્કલ માટે છે.

આ સાથે ગુજરાત સર્કલમાં 2017 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જેમાંથી 880 જગ્યા જનરલ કેટેગરી, ઓબીસી માટે 483, એસસી માટે 96, એસટી માટે 301, ઇડબલ્યુએસ માટે 210, PWDA માટે 12, PWDB માટે 11, PWDC માટે 19 અને PWDDE માટે 5 જગ્યા છે.

પોસ્ટલ વિભાગ ગ્રામીણ ટપાલ સેવક ભરતી માટેની અરજી પ્રક્રિયા

પોસ્ટલ વિભાગ ગ્રામીણ ટપાલ સેવક ભરતી માટેની અરજી પ્રક્રિયા

ગુજરાત ટપાલ સેવક ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ, indiapostgdsonline.gov.in પર ઉપલબ્ધઓનલાઈન અરજી ફોર્મ દ્વારા અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા માટે GDS એપ્લિકેશન ફોર્મ પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ indiapost.gov.in પર ભરી શકો છો.

આવા સમયે નિયત લાયકાત ધરાવતા અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો 16 ફેબ્રુઆરી, 2023 સુધીમાં તેમની અરજી સબમિટ કરી શકશે. જે બાદ 17 થી 19 ફેબ્રુઆરી, 2023 ની વચ્ચે ઉમેદવારોને પોસ્ટ વિભાગ દ્વારા અરજી સુધારવા અથવા સુધારવાની તક આપવામાં આવશે.

પોસ્ટલ વિભાગ ગ્રામીણ ટપાલ સેવક ભરતી માટેની લાયકાત

પોસ્ટલ વિભાગ ગ્રામીણ ટપાલ સેવક ભરતી માટેની લાયકાત

પોસ્ટલ વિભાગ ગ્રામીણ ટપાલ સેવક ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી મેટ્રિક (વર્ગ 10) પરીક્ષા પાસ કરેલહોવી જોઈએ.

આ ઉપરાંત ઉમેદવારોની ઉંમર અરજીની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વિવિધ અનામત કેટેગરી (SC, ST, OBC, વગેરે) ના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

English summary
India Post Recruitment 2023 : Recruitment for more than 40 thousand posts in Indian Postal Department, last date is 16 february
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X