
ભારતની ત્રણ IITએ દુનિયાની ટૉપ 100 યુનિવર્સિટીમાં બનાવી જગ્યા
દિલ્લીઃ દેશની ત્રણ મહત્વપૂર્ણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ - આઈઆઈટી બૉમ્બે, આઈઆઈટી દિલ્લી અને આઈઆઈટી મદ્રાસે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ-2021માં દુનિયાની સર્વશ્રેષ્ઠ 100 વિશ્વવિદ્યાલયોમાં જગ્યા મેળવી છે. આ રેંકિંગમાં આ ભારતીય વિશ્વવિદ્યાલયોમાં ભણાવાતા કમસે કમ 25 વિષયોના નામ આવ્યા છે. આ વૈશ્વિક રૈંકિંગ વિષયોના આધારે નક્કી કરવામાં આવે છે જેના આધારે છાત્રો પોતાની મનગમતી યુનિવર્સિટી નક્કી કરે છે. આમાં આઈઆઈટી બૉમ્બેએ એન્જિનિયરીંગ અને ટેકનોલૉજી કેટેગરીમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ રેંક એટલે કે 49મુ સ્થાન મેળવ્યુ છે. ત્યારબાદ આઈઆઈટી દિલ્લીને 54મુ સ્થાન મળ્યુ છે અને ત્યારબાદ આઈઆઈટી મદ્રાસને 94મુ સ્થાન મળ્યુ છે. અમેરિકાના પ્રતિષ્ઠિત એમઆઈટીએ આ રેંકિંગમાં પોતાનુ પહેલુ સ્થાન ફરીથી જાળવી રાખ્યુ છે.

આઈઆઈટી બૉમ્બે
વળી, ક્યુએસ તરફથી જાહેર કરાયેલ ડેટા મુજબ એનઆઈઆરએફ 2020માં પહેલુ સ્થાન મેળવનાર ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ સાયન્સશ્ર(આઈઆઈએસસી), બેંગલોરે નેચરલ સાયન્સમાં 92મુ સ્થાન મેળવ્યુ છે. ત્યારબાદ આઈઆઈટી બૉમ્બે(શ્ર114), આઈઆઈટી મદ્રાસ(187) અને આઈઆટી-દિલ્લી(210) છે. આ રીતે પેટ્રોલિયમ એન્જિનિયરીંગ પ્રોગ્રામમાં આઈઆઈટી મદ્રાસ 30માં સ્થાને છે. જ્યારે મિનરલ અને માઈનિંગ એન્જિનિયરીંગમાં આઈઆઈટી બૉમ્બેને 41 અને આઈઆઈટી ખડગપુરને 44મુ સ્થાન મળ્યુ છે. ક્યુએસ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, 'આ વર્ષના વિષયોના રેંકિંગમાં આ સાર્વજનિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત સંસ્થાઓ તરફથી મેળવવામાં આવેલ સર્વોચ્ચ રેંક છે.'

આઈઆઈટી દિલ્લી
વળી, લાઈફ સાયન્સ એન્ડ મેડિસીન કેટેગરીમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઈમ્સ)ને 248મો રેંક મળ્યો છે. વળી, આર્ટસ એન્ડ હ્યુમેનિટીઝમાં જવાહરલાલ યુનિવર્સિટી(જેએનયુ)એ 159મો રેંક મેળવ્યો છે. ત્યારબાદ દિલ્લી વિશ્વવિદ્યાલય છે જેણે 252મો નંબર મેળવ્યો છે. જો કે સોશિયલ સાયન્સ અને મેનેજમેન્ટ કેટેગરીમાં ડીયુએ 208મુ સ્થાન મેળવ્યુ છે. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ ચાર પેરામીટરના આધારે દુનિયાભરના વિશ્વવિદ્યાલયોમાં ભણાવાતા વિષયોના પ્રદર્શનનુ રેંકિંગ નિર્ધારિત કરે છે - શૈક્ષણિક પ્રતિષ્ઠા, એમ્પ્લોયરની પ્રતિષ્ઠા, રિસર્ચનો પ્રભાવ અને સંસ્થાના રિસર્ચ ફેકલ્ટીની ઉત્પાદકતા.

આઈઆઈટી મદ્રાસ
ક્યુએસ રેંકિંગ દેશના 52 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભણાવાતા 51 વિષયોના 253 પ્રોગ્રામના પર્ફોર્મન્સના સ્વતંત્ર ડેટા ઉપલબ્ધ કરાવે છે. આમાં ઘણા પ્રકારના એન્જિનિયરીંગ વિષયો ઉપરાંત કાયદો, કલા અને બીજા વિષયો પણ શામેલ છે.