For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Indian Army Agniveer Recruitment 2022 : પરીક્ષાની તારીખો જાહેર, જુઓ શેડ્યૂલ

પ્રથમ તબક્કામાં, ભારતીય સેના દ્વારા 25 હજાર અગ્નવીરોની ભરતી કરવામાં આવશે. આ ભરતીઓ માટે ઓગસ્ટના બીજા સપ્તાહમાં દેશભરમાં 80 રેલીઓનું આયોજન કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

Indian Army Agniveer Recruitment 2022 : પ્રથમ તબક્કામાં, ભારતીય સેના દ્વારા 25 હજાર અગ્નવીરોની ભરતી કરવામાં આવશે. આ ભરતીઓ માટે ઓગસ્ટના બીજા સપ્તાહમાં દેશભરમાં 80 રેલીઓનું આયોજન કરવામાં આવશે. આ માહિતી અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ મંગળવારે ત્રણેય સેવાઓના પ્રતિનિધિઓની હાજરીમાં આપી હતી.

અનિલ પુરીએ જણાવ્યું હતું કે, આ પદો માટે અરજી કરનારા ઉમેદવારો માટે 16 ઓક્ટોબર, 2022ના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા પાસ કરનાર 25 હજાર અગ્નિવીરોને ડિસેમ્બર મહિનામાં તાલીમ માટે મોકલવામાં આવશે. બાકીની 15 હજાર અન્ય જગ્યાઓ માટે લેખિત પરીક્ષા 13 નવેમ્બરના રોજ લેવામાં આવશે. જે ઉમેદવારો આ પરીક્ષા પાસ કરશે, તેઓ ફેબ્રુઆરી મહિનામાં તાલીમ માટે જશે.

આ દરમિયાન નેવી અને એરફોર્સ દ્વારા ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવા અંગે માહિતી આપવામાં આવી છે. અગ્નિવીરોની પ્રથમ બેચ 21 નવેમ્બર, 2022 ના રોજ નેવી દ્વારા તાલીમ માટે જશે. આવા સમયે, એરફોર્સ અગ્નિવીરોની તાલીમ પણ ડિસેમ્બર મહિનામાં શરૂ થશે.

રેજિમેન્ટ સિસ્ટમ ચાલુ રહેશે

રેજિમેન્ટ સિસ્ટમ ચાલુ રહેશે

અનિલ પુરીએ જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા પહેલા જેવી જ રહેશે. આ સિવાય ધોરણો પણ પહેલા જેવા જ રહેશે. આમાંના કોઈપણમાં કોઈફેરફાર કરવામાં આવ્યો નથી. સેનામાં પરંપરાગત રેજિમેન્ટ સિસ્ટમ પહેલાની જેમ જ ચાલુ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સુધારોખૂબ જ જરૂરી છે.

ચકાસણી પ્રક્રિયા ભરતીનો ભાગ

ચકાસણી પ્રક્રિયા ભરતીનો ભાગ

અનિલ પુરીએ એમ પણ જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજના હેઠળ અરજી કરનારા તમામ ઉમેદવારોએ એફિડેવિટ સબમિટ કરવી પડશે કેતેઓ ક્યારેય કોઈ હિંસાનો ભાગ ન હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળોમાં આગચંપી અને હિંસા માટે કોઈ સ્થાન નથી. આઉપરાંત પોલીસ વેરિફિકેશન હંમેશા ભરતી પ્રક્રિયાનો એક ભાગ રહ્યો છે.

કાર્યવાહી કરવાનો અધિકાર

કાર્યવાહી કરવાનો અધિકાર

અનિલ પુરીએ કહ્યું કે, સેનાના કમાન્ડિંગ ઓફિસરને ખરાબ પ્રદર્શન કરનારા ઉમેદવારો સામે કાર્યવાહી કરવાનો અધિકાર હશે. છ મહિનાનીતાલીમ પછી પણ જે ઉમેદવારો સેના સાથે એડજસ્ટ નહીં થઈ શકે તેવા ઉમેદવારોને બહારનો રસ્તો બતાવવામાં કોઈ વિલંબ થશે નહીં.

સૈન્ય અધિકારીઓએ એમ પણ કહ્યું કે, અગ્નિપથ યોજના હેઠળ ભરતી કરાયેલા અગ્નિવીર વીરતા પુરસ્કારો માટે પાત્ર હશે.

English summary
Indian Army Agniveer Recruitment 2022 Exam Dates Announced, See Schedule.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X