Infosys lays off : ઈન્ફોસિસે મૈસૂરુ કેમ્પસમાંથી 700 ફ્રેશર્સને નોકરીમાંથી કાઢી મુક્યાનો આરોપ
આઈટી જગતની મોટી કંપની ઈન્ફોસિસે તેના મૈસૂરુ કેમ્પસમાંથી લગભગ 700 નવનિયુક્ત ફ્રેશર્સને છૂટા કર્યા છે. Nascent Information Technology Employees Senate (NITES) સંઘે આ દાવો કર્યો કર્યો છે.
યુનિયનનો આક્ષેપ છે કે આ ફ્રેશર્સને કંપનીમાં જોડાયા થોડા જ મહિના થયા હતા અને હવે તેમને છૂટા કરવામાં આવી રહ્યાં છે.

NITESએ વધુમાં જણાવ્યું કે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા ફ્રેશર્સ પર ગોપનીયતા કરાર (confidentiality agreements) સહી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જે કંપની દ્વારા આ માહિતી છુપાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું હતું.
NITESના પ્રમુખ હરપ્રીત સિંહ સલૂજાએ જણાવ્યું કે, આ આઘાતજનક અને ગેરનૈતિક પગલું છે. ઈન્ફોસિસે બળજબરીપૂર્વક આશરે 700 કેમ્પસ રિક્રૂટ્સને છૂટા કરવાનો પ્રક્રિયા શરૂ કરી છે, જે થોડા મહિના પહેલા જ કંપનીમાં જોડાયા હતા.
બીજી તરફ ઈન્ફોસિસે આ નિર્ણયનું સમર્થન કરતા કહ્યું કે, છૂટા કરવામાં આવેલા ફ્રેશર્સ ઘણાં આંતરિક પરીક્ષાઓ પાસ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જે ઓનબોર્ડિંગ પ્રક્રિયાનો એક ભાગ છે.












Click it and Unblock the Notifications
