જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ ઈજનેર અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટરની ભરતી

જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ ઈજનેર અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર સંવર્ગની મંજૂર થયેલ ખાલી જગ્યા પર લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો પાસેથી ઓજસ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

લાયક ઉમેદવારોએ વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર 1 જુલાઈથી 21 જુલાઈ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. વળી, જાહેરાત માટે કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે જામનગર મહાનગરપાલિકાને રૂબરૂ અથવા ફોન દ્વારા માહિતી મેળવી શકાશે.

job

જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) 70, અધિક મદદનીશ ઈજનેર(મિકેનિકલ) 2, અધિક મદદનીશ ઈજનેર(ઈલેક્ટ્રીકલ) 3 અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઑપરેટરની 67 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા ખાતે પગારધોરણ સાતમાં પગારપંચ મુજબ અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) માટે રુ.39,900થી રુ.1,26,600, અધિક મદદનીશ ઈજનેર(મિકેનિકલ) રુ.39,900થી રુ.1,26,600, અધિક મદદનીશ ઈજનેર(ઈલેક્ટ્રીકલ)રુ.39,900થી રુ.1,26,600 અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઑપરેટરના રુ.19,900થી રુ.63,200 છે.

ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે પસંદ થયેલ ઉમેદવારોએ નિમણૂક બાદ નિયત પરીક્ષાઓ આપવાની રહેશે અને તેમાં મુદત હરોળમાં પાસ થવાનુ ફરજિયાત રહેશે.

વય મર્યાદા 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે, તમામ જગ્યાના ઉમેદવારોને અલગ-અલગ કેટેગરીમાં વયમર્યાદામાં છૂટછૂાટ મળવાપાત્ર રહેશે. વયમર્યાદા માટે નિર્ધારિત તારીખ ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ રહેશે.

વળી, ઉપરોક્ત જગ્યા માટે પસંદગી પામેલ લાયક ઉમેદવારને પહેલા 3 વર્ષ માટે અજમાયશી માસિક ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X