For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JEE Advanced 2020 પરીક્ષા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો આખી વિગત

ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા(આઈઆઈટી) દિલ્લીએ આજથી જેઈઈ એડવાન્સ પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા(આઈઆઈટી) દિલ્લીએ આજથી જેઈઈ એડવાન્સ પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેઈઈ મેઈન પરીક્ષા 2020માં પાસ થનાર ઉમેદવાર અધિકૃત વેબસાઈટ jeeadv.ac.in પર જઈને ફોર્મ ભરી શકે છે. વિદેશી નાગરિકો માટે જેઈઈ (સંયુક્ત પ્રવેશ પરીક્ષા) એડવાન્સ પરીક્ષા 2020ના ઑનલાઈન ફૉર્મ 5 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ હતા. યોગ્ય ઉમેદવારોને 17 સપ્ટેમ્બર કે આનાથી પહેલા એપ્લીકેશન ફૉર્મ ભરવાનુ રહેશે. જો કે ઉમેદવાર 18 સપ્ટેમ્બર સુધી ફૉર્મ ફી ભરી શકે છે. ફૉર્મ ફીની ચૂકવણી ઑનલાઈન અને ઑફલાઈન બંને માધ્યમથી કરી શકાય છે.

jee

જેઈઈ મેઈન પરીક્ષામાં ટૉપ 2,50,000 રેન્ક હોલ્ડર જેઈઈ એડવાન્સના એપ્લીકેશન ફૉર્મ ભરી શકે છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જેઈઈ મેઈન એપ્રિલ/સપ્ટેમ્બર પેપર 1(બીઈ/બીટેક)પરીક્ષાનુ રિઝલ્ટ શુક્રવારે રાતે જ જારી કર્યુ છે. હવે યોગ્ય ઉમેદવારોને જેઈઈ એડવાન્સ 2020 માટે ફૉર્મ ભરવા હેતુ અધિકૃત પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. આ સાથે જ એપ્લીકેશન ફૉર્મમાં માંગેલી જરૂરી માહિતી ભરવાની રહેશે.

ત્યારબાદ આમાં માંગેલ દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે એપ્લીકેશન ફૉર્મ ભરતા પહેલા જરૂરી યોગ્યતા જરૂર ચેક કરી લો. રજિસ્ટ્રેશન કરવા માટે આ સરળ તબક્કાઓનુ પાલન કરી શકાય છે. વધુ માહિતી માટે અધિકૃત વેબસાઈટ પર જવાની સલાહ આપવામાં આવે છે.

જેઈઈ એડવાન્સ 2020 માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો -

  • સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ પર જાવ.
  • અહીં લૉગ ઈન કર્યા બાદ પરીક્ષા આપવા માટે પોતાના ગમતુ શહેર પસંદ કરો.
  • અહીં તમારો ફોન નંબર, ઈ-મેઈલ આઈડી અને જેઈઈ મેઈન પરીક્ષામાં મેળવેલા ગુણ ભરવાના રહેશે.
  • જરૂરી દસ્તાવેજની સ્કેન્ડ કૉપી અપલોડ કરવાની રહેશે.
  • રજિસ્ટ્રેશન ફીની ચૂકવણી કરવાની રહેશે.
  • યાદ રાખો રજિસ્ટ્રેશન ફી ના તો રિફંડ કરી શકાય છે અને ના ટ્રાન્સફર.

BSFએ પાકિસ્તાન સીમા પાસે હથિયારોનો જથ્થો કર્યો જપ્તBSFએ પાકિસ્તાન સીમા પાસે હથિયારોનો જથ્થો કર્યો જપ્ત

English summary
JEE Advanced 2020 exam registration start, Read how to apply.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X