Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

JEE Mains Result 2023: જેઈઈ મેઈન્સનુ પરિણામ થયુ જાહેર, આ ડાયરેક્ટ લિંકથી કરો ડાઉનલોડ

જેઈઈ મેઈન્સ રિઝલ્ટ 2023 એનટીએ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યુ છે. આ રીતે ચેક કરો પોતાનુ પરિણામ.

JEE Mains Result 2023: નેશનલ ટેસ્ટીંગ એજન્સી(NTA) દ્વારા જેઈઈ મેઈન્સનુ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. સોમવારે મોડી રાતે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. તમે એનટીએ જેઈઈ મેઈનની વેબસાઈટ jeemain.nta.nic.in અથવા એનટીએ રિઝલ્ટની વેબસાઈટ ntaresults.nic.in પર પરિણામ જોઈ શકો છો.

JEE Mains

તમને જણાવી દઈએ કે જેઈઈ મેઈન્સની પરીક્ષાનુ આયોજન 24 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2023 વચ્ચે કરવામાં આવ્યુ હતુ. આના માટે 9 લાખ છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. માત્ર એક અઠવાડિયામાં જેઈઈ મેઈન્સનુ પરિણામ આવી ગયુ છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ બે લિંક્સ એક્ટિવ કરી છે. તમે આ બંનેમાંથી કોઈ પણ એકથી પોતાનો સ્કોર ચેક કરી શકો છો. JEE Main Result Link અથવા JEE Main 2023 Result Download

જેઈઈ મેઈન્સનુ પરિણામ ચેક કરવા માટે ઉમેદવારોને એપ્લિકેશન નંબર અને ડેટ ઑફ બર્થની જરુર પડશે. રિઝલ્ટ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટઆઉટ કાઢી લેવી. નોંધનીય છે કે જેઈઈ મેઈન્સ 2023ની પરીક્ષા માટે માત્ર બે અટેમ્પ્ટ છે. જો કે, ઉમેદવારોએ બંને સેશનમાં ભાગ લેવાની જરુર નથી. જો કોઈ ઉમેદવાર બંને સેશનમાં ભાગ લે તો તેના બંને એક્ઝામમાંથી સૌથી બેસ્ટ સ્કોરને રેંકિંગ માટે માનવામાં આવશે.

અહીં જુઓ ફાઈનલ આંસર કી

ઉલ્લેખનીય છે કે પરીક્ષા ખતમ થયાના આગલા દિવસે જ એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ પ્રોવિઝનલ આંસર-કી જાહેર કરવામાં આવી હતી. જ્યારે 6 ફેબ્રુઆરીના રોજ ફાઈનલ આંસર-કી જાહેર કરવામાં આવી હતી. તમે JEE Mains Final Answer Key 2023 લિંક પર ફાઈનલ આંસર કી જોઈ શકો છો.

આ રીતે ડાઉનલોડ કરો પરિણામ

  • JEE Mainsની વેબસાઈટ jeemain.nta.nic.in પર જાવ.
  • હોમ પેજ પર તમને જેઈઈ મેઈનનુ રિઝલ્ટ 2023ની લિંક દેખાશે. બે લિંકમાંથી કોઈ પણ લિંક પર ક્લિક કરો.
  • પોતાનો જેઈઈ 2023 એપ્લિકેશન નંબર, ડેટ ઑફ બર્થ અને સિક્યોરિટી પિન ભરીને સબમિટ કરો.
  • લૉગિન થતા જ તમારો સ્કોરબોર્ડ સ્ક્રીન પર દેખાશે. તેને ડાઉનલોડ કરી લો.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X