• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Police Recruitment : દિલ્હી પોલીસમાં ભરતી, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

|
Google Oneindia Gujarati News

Delhi Police Recruitment : સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF) નોટિફિકેશન હેઠળ દિલ્હી પોલીસ હેઠળ સબ-ઇન્સ્પેક્ટર (SI) એક્ઝિક્યુટિવ અને સબ-ઇન્સ્પેક્ટર (GD) ની પોસ્ટ પર ભરતી માટે 10 ઓગસ્ટ, 2022ના રોજ સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) અને વેબસાઇટ પર ઓનલાઇન લિંક એટલે કે ssc.nic.in પર અરજી કરી શકાશે.

SSC CPO અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ, 2022 છે. SSC ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE) અને ત્યારબાદ શારીરિક પરીક્ષા, પેપર-II (અંગ્રેજી ભાષા અને સમજણ) અને વિગતવાર તબીબી પરીક્ષા (DME)ના આધારે કરશે.

લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન છે

લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન છે

SSC SI ભરતી 2022 માટે અરજી કરવા માટે જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન છે અને ઉમેદવારોની ઉંમર 20 થી 25વર્ષની હોવી જોઈએ.

ગયા વર્ષે, આયોગે 1500 થી વધુ પોસ્ટ્સ માટે નોટીફિકેશન જાહેર કરી હતી. આ દરમિયાન, ઉમેદવારો પરીક્ષા પેટર્ન,મહત્વપૂર્ણ તારીખો, અરજી પ્રક્રિયા ચકાસી શકે છે.

પગારની વાત કરીએ તો, CAPFમાં સબ-ઇન્સ્પેક્ટર (GD)ને લેવલ-6 મુજબ દર મહિને 35400 રૂપિયાથી 112400 રૂપિયા સુધીનોપગાર મળશે.

જ્યારે સબ ઈન્સ્પેક્ટર (એક્ઝિક્યુટિવ) (પુરુષ/મહિલા) દિલ્હી પોલીસને સ્તર 6 મુજબ દર મહિને 35400 રૂપિયાથી 112400 રૂપિયા સુધીનોપગાર મળશે.

આ આધારે પસંદગી કરવામાં આવશે

આ આધારે પસંદગી કરવામાં આવશે

  • પેપર-I ઓનલાઈન પરીક્ષા
  • શારીરિક ધોરણ કસોટી (PST) / શારીરિક સહનશક્તિ કસોટી (PET)
  • પેપર-II વર્ણનાત્મક પ્રકાર કસોટી
  • વિગતવાર તબીબી પરીક્ષા (DME).
  • દસ્તાવેજ ચકાસણી (ડોક્યુમેન્ટ વેરીફિકેશન)
SSC CPO Paper 1 Exam Pattern 2022

SSC CPO Paper 1 Exam Pattern 2022

  • વિષયો - સામાન્ય બુદ્ધિ અને તર્ક, સામાન્ય જ્ઞાન અને સામાન્ય જાગૃતિ, માત્રાત્મક યોગ્યતા અને અંગ્રેજી સમજ
  • પ્રશ્નોની સંખ્યા - દરેક વિષયમાં 50 પ્રશ્નો હશે
  • સંખ્યા - દરેક વિભાગ 50 ગુણનો રહેશે.
  • સમય - 2 કલાક
  • નેગેટિવ માર્કિંગ - દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કાપવામાં આવશે
English summary
know complete process to apply Delhi Police Recruitment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X