For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોક રક્ષક દળની ભરતીની જાહેરાત, કુલ 10459 જગ્યાઓ ભરાશે!

ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો માટે આ સુવર્ણ અવસર છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતીમાં કુલ ૧૦૪પ૯ જગ્યાઓ ભરવામાં આવશે.

By Desk
|
Google Oneindia Gujarati News

લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ગુજરાત લોકરક્ષક દળની ભરતીની પોલીસ ભરતી બોર્ડે દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ પહેલા જ જાહેરાત કરવામાં આવેલી હતી કે સરકાર મોટા પાયે ગુજરાત પોલીસમાં ભરતી કરશે. ત્યારે હવે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો માટે આ સુવર્ણ અવસર છે. પોલીસ ભરતી બોર્ડે દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતીમાં કુલ ૧૦૪પ૯ જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યાઓ ગુજરાત પોલીસ દળમા લોકરાક્ષક કેડરની હથિયારી/બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-૩ અતર્ગત ભરવામાં આવશે. ૧૦૪પ૯ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવ્યા છે.

Lok Rakshak Dal

ભરવામાં આવનારી કુલ 10459 જગ્યાઓ અંતર્ગત બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક (પુરૂષ) ૩૪૯ર, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક (મહિલા) ૧૭ર૦, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક (પુરૂષ) પ૩૪, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક (મહિલા) ર૬૩ અને એસઆરપીએફ કોન્સ્ટેબલની ૪૪પ૦ જગ્યાઓ ભરવામાં આવશે.

આ જગ્યાઓ માટે ઉમેદવારોએ ર૩ ઓક્ટોબર બપોરે 3 વાગ્યાથી ૦૯ નવેમ્બર 2021 રાત્રે ૧૧.૫૯ વાગ્યા સુધી ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ આવેદન કરવાનું રહેશે. ઉમેદવારોએ આ માટે જરૂરી સુચનાઓ પણ આ વેબસાઈટ પર જ મળી જશે. ઉમેદવારોએ તમામ સૂચનો વાંચ્યા બાદ નિયત સમયગાળામાં આવેદન કરવાનું રહેશે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા પેપર લીક થતા ભરતી રદ્દ કરવામાં આવી હતી. હવે કોરોના બાદ લાંબા સમયે સરકારે ભરતીની જાહેરાત કરી છે. ઈચ્છુક ઉમેદવારો વહેલી તકે ઉમેદવારી કરી તૈયારી સાથે ગુજરાત પોલીસનો ભાગ બની શકે છે.

English summary
Lok Rakshak Dal recruitment announcement, a total of 10459 vacancies will be filled!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X