ટાઈમ્સ નેટવર્કમાં મોટા પાયે છટણી, 3 દિવસમાં 120 કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કરાયા
ટાઈમ્સ ઈન્ટરનેટ લિમિટેડે ત્રણ દિવસમાં 120 થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાના અહેવાલ છે. કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
ટાઈમ્સ ઈન્ટરનેટ લિમિટેડ ટાઇમ્સ ગ્રૂપનું ડિજિટલ ડિવિઝન છે. આમાં આઈદિવા, મેંસ એક્સપી અને ક્રિકબઝ સહિતના વર્ટિકલ્સ સામેલ છે.

તમામ કર્મચારીઓને છુટ્ટા કરાયા ત્યારથી આમાગી ત્રણ મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો છે અને તેમના સત્તાવાર ઈમેલ આઈડી તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, ગયા ઓગસ્ટમાં 100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા બાદ ટાઈમ્સ ગ્રુપમાં છટણીનો આ બીજો રાઉન્ડ છે. પહેલી વખત કંપનીએ એક નિવેદન બહાર પાડીને વચન આપ્યું હતું કે આવુ બીજી વખત નહીં થાય. આ જ કારણ છે કે કર્મચારીઓને ખબર નહોતી.
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, કોઈને આની જાણ ન હતી અને તમામ લોકો આશ્ચર્યમાં છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, તેઓએ વર્ટિકલ હેડને પણ જાણ કરી નથી. લોકોને એક પછી એક બોલાવવામાં આવ્યા અને ગુપ્ત અને ગોપનીય રીતે છૂટા કરવામાં આવ્યા છે.
છટણીનો આ રાઉન્ડ 13 ડિસેમ્બરના રોજ ET સ્પોટલાઇટ ટીમના પાંચ કર્મચારીઓની છુટ્ટી સાથે શરૂ થયો. ઇટી સ્પોટલાઇટ એ ઇકોનોમિક ટાઇમ્સની વેબસાઇટની શાખા છે. તેમને કહેવામાં આવ્યું કે, કંપનીનું આ યુનિટ કમાણી નથી કરી રહ્યું.
ET સ્પોટલાઇટના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, આ આઘાતજનક હતું, કારણ કે આ અંગે કોઈની સલાહ લેવામાં નથી આવી.
તેમણે કહ્યું કે, કર્મચારીઓ સવારે ઓફિસ પહોંચ્યા તો તેમને કહેવામાં આવ્યું કે તમારા યુનિટે ખરાબ પ્રદર્શન કર્યું છે અને નફો પણ નથી કરી રહ્યો. તેથી અમારે છટણી કરવી પડશે અને કમનસીબે તમારું નામ યાદીમાં છે.
બીજી તરફ TILના પ્રવક્તાએ જણાવ્યું છે કે, પુનઃરચના અને છટણી આંતરિક ડુપ્લિકેશનને દૂર કરવા માટે છે. આ વિભાજન પ્રક્રિયાનો એક ભાગ છે. કારણ કે રેકોર્ડમાં વિભાજન થઈ ચૂક્યું છે, હવે ગ્રાઉન્ડ લેવલ પર ડિવિઝન થઈ રહ્યું છે.
અહેવાલો અનુસાર, છ મહિના પહેલા વિનીત અને સમીર જૈન બંને ભાઈઓએ કંપનીની મિલકતો વહેંચવા માટે કરાર કર્યો હતો. જેમાં સમીરને ગ્રુપનો પ્રિન્ટ બિઝનેસ અને તેનું ઓનલાઈન ડિવિઝન મળ્યું. જ્યારે નાના ભાઈ વિનીતે 3,000 કરોડની રોકડ ચુકવણી સાથે પ્રસારણ અને રેડિયો બિઝનેસ હસ્તગત કર્યો છે.
ટાઈમ્સ ગ્રુપે ક્યારેય વિભાજન અંગે ટિપ્પણી કરી નથી. વરિષ્ઠ અધિકારીઓ હવે માને છે કે છટણી બે ભાઈઓ વચ્ચેના ભાગલાનું પરિણામ છે. કંપની ઉત્પાદનોના સંકલન તરફ આગળ વધી રહી છે, જે આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
