MIB Recruitment 2023 : માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં 75 જગ્યા માટે ભરતી, જાણો સંપૂર્ણ માહિતી
MIB Recruitment 2023 : માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા રોજગાર સમાચારમાં પ્રકાશિત જાહેરાતમાં જણાવ્યા અનુસાર, કુલ 75 યંગ પ્રોફેશનલ્સની કોન્ટ્રાક્ટના આધારિત ભરતી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોના કાર્ય-પ્રદર્શનના આધારે આ કોન્ટ્રાક્ટ વધુમાં વધુ બે વર્ષ સુધી લંબાવવામાં આવશે.
આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોએ પ્રિન્ટ, ટીવી, રેડિયો, ઓનલાઈન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે સામગ્રી અથવા ગ્રાફિક ડિઝાઇન બનાવવાની જરૂર પડશે. આ ઉમેદવારોને દર મહિને 60 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે.

વય મર્યાદા
આ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર અને અરજીની છેલ્લી તારીખ 8 મે 2023 છે. મહત્તમ વય 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત
જર્નાલિઝમ અથવા માસ કોમ્યુનિકેશન અથવા વિઝ્યુઅલ કોમ્યુનિકેશન અથવા ઇન્ફર્મેશન આર્ટ્સ અથવા એનિમેશન અને ડિઝાઇનિંગ અથવા સાહિત્ય અને સર્જનાત્મક લેખન (ક્રિએટીવ રાઇટિંગ) માં ઓછામાં ઓછી બે વર્ષની મુદ્દતની માસ્ટર ડિગ્રી અથવા ડિપ્લોમા માન્ય યુનિવર્સિટી અથવા અન્ય કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી પાસ કરેલ હોવું જરૂરી છે.
અનુભવ -
માસ્ટર ડિગ્રી/ડિપ્લોમા બાદ, કમ્યુનિકેશન, ડિઝાઇનિંગ, માર્કેટિંગ, એનિમેશન, એડિટિંગ અને બુક પબ્લિશિંગના ક્ષેત્રમાં ઓછામાં ઓછા બે વર્ષનો કામ સંબંધિત અનુભવ હોવો જોઈએ.
કેવી રીતે કરોશો અરજી
અરજી કરવા માટે, માહિતી અને પ્રસારણ મંત્રાલયની અધિકૃત વેબસાઇટ mib.gov.in પર જાઓ, વેકેન્સિ સેક્શન ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરો, લિંકને સક્રિય કરો અથવા નીચે આપેલ સીધી લિંક પરથી MIB Recruitment 2023 નોટિફિકેશન ડાઉનલોડ કરો અને ઓનલાઇન અરજી સબમિટ કરો.












Click it and Unblock the Notifications
