મહારાષ્ટ્રમાં આજે લોક સેવા આયોગની પરીક્ષા યોજાશે
મહારાષ્ટ્રમાં આજે લોક સેવા આયોગની પરીક્ષા યોજાશે
કોરોનાવાયરસના વધતા મામલા વચ્ચે આજે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર લોક સેવા આયોગ 2021ની પરીક્ષાનું આયોજન કરાયું છે. આ દરમ્યાન મહારાષ્ટ્ર લોક સેવા આયોગે કોરોના મહામારીને લઈ પરીક્ષા કેન્દ્રો પર સખ્તાઈ વરતવાના નિર્દેશ આપ્યા છે. તમામ પરીક્ષાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.

આ દરમ્યાન પુણેના એક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ કોરોનાને લઈ જાહેર કરાયેલ દિશા-નિર્દેશનું પાલન કરતા જોવા મળ્યા. તમામ વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી રાખ્યું હતું અને એક બીજાથી દૂરી બનાવી રાખી હતી. જણાવી દઈએ કે આયોગે શુક્રવારે જ કોરોનાને લઈ દિશા નિર્દેશ જાહેર કરી દીધા હતા.
જાહેર ગાઈડલાઈન્સ મુજબ દરેક વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા પહેલાં 3 લેયર માસ્ક પહેરેલા હોવા જોએ. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર પ્રત્યેક વિદ્યાર્થીને સેનેટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જો કોઈપણ વિદ્યાર્થીને ઉધરસ, શરદી કે તાવ હોય તો તેમને પીપીઈ કિટ આપવામાં આવશે અને આવા પરીક્ષાર્થીઓને અલગ રૂમમાં બેસાડવામાં આવશે.












Click it and Unblock the Notifications
