NBEMS માં લો ઓફિસર અને સ્ટેનોગ્રાફર સહિતની આ જગ્યાઓ પર ભરતી, આવી રીતે કરો આવેદન

સરકારી નોકરી માટે રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ દ્વારા ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ Cની ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે.

બોર્ડ દ્વારા 21 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ, ડેપ્યુટી ડાયરેક્ટર (મેડિકલ), લો ઓફિસર, જુનિયર પ્રોગ્રામર, જુનિયર એકાઉન્ટન્ટ, સ્ટેનોગ્રાફર અને જુનિયર આસિસ્ટન્ટની કુલ 48 જગ્યાઓ ભરતીની જાહેરાત કરાઈ છે.

NBEMS

NBEMS દ્વારા જાહેરાત કરાયેલી જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો સંસ્થાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ માટે તમે પહેલા રજીસ્ટ્રેશન કરીને નોટિસ સેક્શનમાંથી સંબંધિત એપ્લિકેશન પેજ પર જઈને નોંધણીની વિગતો સાથે લૉગ ઇન કરીને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો.

અરજી ફી અને છેલ્લી તારીખ
ઉમેદવારે અરજી દરમિયાન ઓનલાઈન માધ્યમ 1500 અને 18 ટકા GST અલગથી ચુકવવાનો રહે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકલાંગ કેટેગરીના ઉમેદવારો તેમજ તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોએ ફી ભરવાથી મુક્તિ આપવામાં આવી છે.

અરજી પ્રક્રિયા શનિવાર 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે ઉમેદવારો 20 ઓક્ટોબર 2023 ના રોજ 11.59 વાગ્યા સુધી અરજી કરી શકશે.

લાયકાત
NBEMS માં ગ્રુપ C માં જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ માટે ફક્ત તે જ ઉમેદવારો અરજી કરી શકે છે જેમણે માન્ય બોર્ડમાંથી વરિષ્ઠ માધ્યમિક પરીક્ષા પાસ કરી હોય અને કમ્પ્યુટર અને બેઝીક સોફ્ટવેર વગેરેના સંચાલનમાં નિપુણ હોય.

વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 27 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગોના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. વધુ માહિતી અને અન્ય પોસ્ટ માટે પાત્રતા માપદંડ અને અન્ય વિગતો માટે ભરતીનું નોટીફિકેશન અવશ્ય જોઈ લેવુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X