For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોસ્ટલ વિભાગમાં 188 પદો પર ભરતી, 81 હજારથી વધુ મળશે પગાર

પોસ્ટલ વિભાગમાં કામ કરવા ઇચ્છુક તમામ ઉમેદવારો બહાર પાડવામાં આવેલી જગ્યાઓ માટે ભરતી કરી શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

India Post Recruitment: પોસ્ટલ વિભાગમાં કામ કરવા ઇચ્છુક તમામ ઉમેદવારો બહાર પાડવામાં આવેલી જગ્યાઓ માટે ભરતી કરી શકે છે. પોસ્ટ વિભાગે ટપાલ સહાયક/સૉર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન/મેલ ગાર્ડ, મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફની 188 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા 22 નવેમ્બર 2022ના રોજ સમાપ્ત થશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે આવેદન કરવાની શરુઆત થઈ ગઈ છે. ઉમેદવારોએ સમયસર અરજી કરવી દેવી. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ પદો સંબંધિત માહિતી મેળવવી લેવી. પોસ્ટ્સ સંબંધિત માહિતી માટે ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી.

jobs

અરજી કરવાની અંતિમ તારીખ

આ પદો માટે અરજી 23 ઓક્ટોબર 2022થી શરૂ થઈ હતી. અરજી કરવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2022 છે. ટપાલ સહાયક/સૉર્ટિંગ આસિસ્ટન્ટ- પોસ્ટમેન/મેલ ગાર્ડ- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

આટલો હશે પગાર

આ પોસ્ટ્સ પર અરજી કર્યા પછી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોને જણાવી દઈએ કે અલગ-અલગ પોસ્ટ માટેનો પગાર અલગ-અલગ છે.

  • પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ- રૂ.25,500થી રૂ.81,000
  • પોસ્ટમેન/મેલ ગાર્ડ- રૂ.21,700થી રૂ.69,100
  • મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)- રૂ.18,000થી રૂ.56,900

અરજી કરવા માટે ફી

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે, અરજી ફી વિના અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા જમા કરાવવાના રહેશે. મહિલા ઉમેદવારો, ટ્રાન્સજેન્ડર ઉમેદવારો, SC/ST, PWBD, ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને અરજી ફીની ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ રીતે કરો આવેદન

  • સૌથી પહેલા અધિકૃત વેબસાઇટ dopsportsrecruitment.in પર જાવ.
  • હોમપેજ પર એપ્લિકેશન ટેબ પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ દેખાશે.
  • તમે અરજી કરવા માંગો છો તે પોસ્ટનુ નામ દાખલ કરો.
  • માંગવામાં આવેલી અન્ય માહિતી ભરો.
  • અરજી ફી ભરવાની રહેશે.
  • ફોર્મના અંતિમ સબમિશન પહેલાં એકવાર ચેક કરી લો. હવે ફોર્મ સબમિટ કરો.
English summary
Postal Department Recruitment: 188 posts, salary will be more than 81 thousand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X