For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય નેવીમાં 2500 પદ પર ભરતી, 12મું પાસ ઉમેદવાર અરજી કરી શકે

ભારતીય નેવીમાં 2500 પદ પર ભરતી, 12મું પાસ ઉમેદવાર અરજી કરી શકે

|
Google Oneindia Gujarati News

ભારતીય નૌસેનામાં નોકરીની ઈચ્છા રાખતા યુવા ઉમેદવારો માટે સોનેરી મોકો છે. ઈન્ડિયન નેવીમાં 2500 પદ માટે ભરતી નિકળી છે. જેમાં ઈન્ડિયન નેવી સીનિયર સેકેંડરી રિક્રૂટના 2000 અને આર્ટિફીસર અપ્રેંટિસના 500 પદ છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઑનલાઈન હશે, જેની શરૂઆત 26 એપ્રિલથી થઈ રહી છે અને અરજીની અંતિમ તારીખ 5 મે છે. અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવાર ઈન્ડિયન નેવીની ઑફિશિયલ વેબસાઈટ www.joinindiannavy.gov.in ની મુલાકાત લે.

indian navy

સિલેક્શન કેવી રીતે થશે

અરજી કરનાર ઉમેદવારોની એક મેરિટ યાદી બનાવવામાં આવશે. આ મેરિટ લિસ્ટ તમારા 10મા અને 12માની માર્કશીટના આધારે બનશે. મેરિટ લિસ્ટમાં જે ઉમેદવારો સામેલ હશે, તેમને પરીક્ષામાં બોલાવવામાં આવશે. 23 જુલાઈ 2021ના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ બંને પદ માટે વર્ગના હિસાબે અરજી ફી પણ નક્કી કરવામાં આવી છે.

ઉમેદવારની યોગ્યતા

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી સાયન્સ સ્ટ્રીમમાં 12મું પાસ હોવો જરૂરી છે. આ ઉપરાંત 12મામાં મેથ્સ અને ફિજિક્સ સબ્જેક્ટ્સ જરૂર વાંચ્યા હોય. સાથે જ ફિજિક્સ, કેમેસ્ટ્રી, બાયો અથવા કોમ્પ્યૂટર સાયન્સમાંથી કોઈ એક સબ્જેક્ટનો અભ્યાસ કર્યો હોય. જો તમારે અપ્રેંટિસના પદો માટે અરજી કરવાની હોય તો 12મા ધોરણમાં ઓછામાં ઓછા 60 ટકા હોવા જરૂરી છે.

ઉંમર મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર મર્યાદાની વાત કરીએ તો તેમનો જન્મ 1 ફેબ્રુઆરી 2001થી લઈ 31 જુલાઈ 2004 વચ્ચે થયો હોય તેવા તમામ ઉમેદવારો અરજી કરવા માટે યોગ્ય હશે.

Fact Check: ભારતીય વિદ્યાર્થીએ ઘરેલૂ ઉપચાર શોધ્યો, WHOએ પણ આપી સ્વીકૃતિ? જાણો સચ્ચાઈFact Check: ભારતીય વિદ્યાર્થીએ ઘરેલૂ ઉપચાર શોધ્યો, WHOએ પણ આપી સ્વીકૃતિ? જાણો સચ્ચાઈ

English summary
Recruitment for 2500 posts in Indian Navy, 12th pass candidate can apply
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X