For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગર મહાનગરપાલિકામાં ફાયરમેન કમ ડ્રાઈવરીની ભરતી

જામનગર મહાનગરપાલિકામાં ફાયરમેન કમ ડ્રાઈવરીની ભરતી

|
Google Oneindia Gujarati News

જામનગર મહાનગરપાલિકા ખાતે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની ખાલી પડેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓજસ પર જાહેરાત પ્રસિદ્ધ કરવમાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 18 એપ્રિલ સુધી ojas.gujarat.gov.in પર જઈ અરજી કરી શકે છે.

job

નોંધનીય છે કે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ-3 માટે સાતમા પગાર પંચ મુજબ 19900- 63200નું પગાર ધોરણ છે, પહેલા ત્રણ વર્ષ માટે 19950 ફિક્સ પગાર રહેશે. કુલ 42 જગ્યા ભરવાની છે.

કુલ 42 જગ્યામાંથી બિન અનામત જગ્યા 15 છે, અનુ. જાતિ માટે 5 જગ્યા રિઝર્વ છે, અનુ. જન જાતિ માટે 7 જગ્યા રિઝર્વ છે, સામાજેક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે 11 જગ્યા રિઝર્વ છે આર્થિક રીતે પછાત વર્ગ માટે 4 જગ્યા રિઝર્વ છે અને માજી સૈનિકો માટે કુલ 4 જગ્યા રિઝર્વ રાખવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર એચ.એસ.સી. (ધોરણ 12) અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ.
  • ગુજરાત સરકાર અથવા કેન્દ્ર સરકાર માન્ય નેશનલ ફાયર એકેડમી અથવા ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટમાંથી ફાયરમેન કોર્ષ/ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો છ માસનો કોર્ષ સફળતા પૂર્વક પાસ કરેલ હોવો જોઈએ.
  • હેવી મોટર વ્હીકલ્સનું લાયસન્સ ધરાવતા હોવો જોઈએ.
  • ગુજરાત જાહેર સેવા વર્ગીકરણ અને રિક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ- 1967 મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ હોવું જોઈએ.

English summary
Recruitment of Fireman cum Driver in Jamnagar Municipal Corporation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X