For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવેમાં નીકળી બંપર ભરતી, 10 પાસ કરી શકશે અરજી

સાઉથ ઈસ્ટર્ન રેલવે દ્વારા જાહેર નોટિફિકેશન મુજબ, વિવિધ તારીખો માટે કુલ 4103 અપરેંટિસ જગ્યાઓ ભરવામાં આવશે. 10 પાસ ઉમેદવારો માટે અરજી કરવાનો સોનેરી મોકો છે. ઑનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 29 જાન્યુઆરી 2023 છે.

|
Google Oneindia Gujarati News

રેલવેમાં સામેલ થવાનો ઇંતેજાર કરી રહેલા ઉમેદવારો માટે બંપર ભરતીનું નોટિફિકેશનજાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ-મધ્ય રેલવેએ એસી મેકેનિક, કારપેંટર, ઇલેક્ટ્રીશિયન, ઇલેક્ટ્રોનિક મેકેનિક, ફિટર, પેંટર વગેરે ટ્રેડ્સમાં અપરેંટિસશિપ scr.indianrailways.gov.in પર જઇ એપ્લીકેશન ફોર્મ ભરી શકો છો.

train

સાઉથ ઇસ્ટર્ન રેલવે દ્વારા જાહેર નોટિફિકેશન મુજબ વિવિધ ટ્રેડ્સ માટે કુલ 4103 અપરેંટિસ જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં એસી મેકેનિક-250 જગ્યા, કારપેંટર- 18 જગ્યા, ડીઝલ મેકેનિક- 531 જગ્યા, ઈલેક્ટ્રીશિયન- 1019 જગ્યા, ઈલેક્ટ્રોનિક મેકેનિક- 92 જગ્યા, ફિટર- 1460 જગ્યા, મશીનિસ્ટ- 71 જગ્યા, મેકેનિક મશીન ટૂલ મેંટેનેંસ- 05 જગ્યા, મિલ રાઇટ મેંટેનેંસ- 24 પદ, પેંટર- 80 પદ અને વેલ્ડર- 553 પદ સામેલ છે.

શૈક્ષણિક યોગ્યતા

માન્યતા પ્રાપ્ત બોર્ડથી ઓછામા ઓછા 50 ટકા અંક સાથે 10મું પાસ હોવું જોઈએ. આ ઉપરાંત સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ સર્ટિફિકેટનો કોર્સ કરેલો હોવો જરૂરી છે.

ઉંમર મર્યાદા

લાયક ઉમેદવારોની ઉંમર 30 ડિસેમ્બર 2022ના રોજ ઓછામાં ઓછી 15 વર્ષ અને મહત્તમ 24 વર્ષની હોવી જોઈએ. જો કે આરક્ષિત વર્ગના ઉમેદવારોને સરકારી માપદંડો મુજબ મહત્તમ ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે. શૈક્ષણિક યોગ્યતા અને ઉંમર મર્યાદાની સંપૂર્ણ જાણકારી માટે નોટિફિકેશન જોઇ શકો છો.

અરજી ફી

જનરલ, ઓબીસી અને ઇડબલ્યૂએસ કેટેગરની ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. ઉમેદવાર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ વગેરે માધ્યમથી અરજી ફી જમા કરાવી શકે છે. જ્યારે તમામ મહિલાઓ અને આરક્ષિત વર્ગના ઉમેદવારોએ કોઇ અરજી ફી ચૂકવવી નહીં પડે.

જણાવી દઇએ કે સાઉથ ઈસ્ટર્ન રેલવે અપરેંટિસ ભરતી 2022ની ઓનલાઇન અરજી 30 ડિસેમ્બર 2022થી શરૂ થઇ ગઇ છે. લાયકાત ધરાવતા ઉમેદવાર 29 જાન્યુઆરી 2023 સાંજના પાંચ વાગ્યા સુધી અરજી કરી શકે છે.

નોટિફિકેશન

English summary
South Eastern Railway Recruitment online application last date 29 january
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X