For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SSB SI Recruitment 2021: સશસ્ત્ર સીમા બળમાં સબ ઈન્સપેક્ટર પદ પર વેકેન્સી નીકળી

SSB SI Recruitment 2021: સશસ્ત્ર સીમા બળમાં સબ ઈન્સપેક્ટર પદ પર વેકેન્સી નીકળી

|
Google Oneindia Gujarati News

SSB Sub Inspector Recruitment 2021: સશસ્ત્ર સીમા બળ તરફથી સબ ઈન્સપેક્ટર પદ પર બંપર વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આ વેકેન્સી અંતર્ગત કુલ 116 પદ પર ભરતી થશે. એવામાં પોલીસની નોકરીની તૈયાર કરી રહેલા યુવાઓને એક સારો મોકો મળવા જઈ રહ્યો છે. જેમાં ઓનલાઈન અરજી કરી શકો છો. અરેજી કરવા માટે એસએસબીની ઑફિશિયલ વેબસાઈટ ssbrectt.gov.in પર જવું પડશે.

ssb

સશસ્ત્ર સીમા દળ તરફથી જાહેર કરવામાં આવેલ વેકેન્સી માટે 17 જુલાઈ 2021થી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જાહેર નોટિફિકેશન મુજબ આ પદ પર અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2021 છે. જો કે એસએસબી તરફથી એડમિટ કાર્ડ અને પરીક્ષાની તારીખ હજી જાહેર નથી થઈ. આ ભરતી માટે અપ્લાય કરનાર ઉમેદવારોને અરજી કરતા પહેલાં ઑફિશિયલ નોટિફિકેશન ચકાસી લેવાની સલાહ આપીએ છીએ. સાથે જ ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ ના થાય તેની ખાતરી કરવી.

વેકેન્સી ડિટેઈલ્સ

સશસ્ત્ર સીમા બળમાં સબ ઈન્સપેક્ટર પદ પર જાહેર આ વેકન્સી અંતર્ગત કુલ 116 પદ પર ભરતીઓ થશે. જેમાં સબ ઈન્સપેક્ટર પાયનિયર અંતર્ગત 18 સીટ નક્કી કરવામાં આવી છ, સબ ઈન્સપેક્ટર ડ્રૉટ્સમેન માટે 3 સીટ, સબ ઈન્સપેક્ટર કોમ્યુનિકેશન માટે 56 સીટ અને સબ ઈન્સપેક્ટર સ્ટાફ નર્સ માટે 39 સીટ નક્કી કરવામાં આવી છે. આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોએ ઑફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. જાહેર વેકેન્સી મુજબ જનરલ કેટેગરી માટે 60 સીટ, આર્થિક રૂપે કમજોર વર્ગ માટે 8 સીટ, ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 24 સીટ, એસસી કેટેગરીના ઉમેદવારો માટે 16 સીટ અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે 8 સીટ નક્કી કરવામાં આવી છે.

ફી ડિટેઈલ્સ

આ પદો પર અરજી કરનાર જનરલ કેટેગરી ઓબીસી અને ઈડબલ્યૂએસ કેટેગરીના ઉમેદવારોએ 200 રૂપિયા ફી ચૂકવવી પડશે. એમાં પણ એસસી-એસટી કેટેગરી અને મહિલા કેન્ડિડેટ મફત અરજી કરી શકે છે. ફી ચૂકવણી માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને નેટબેંકિંગની મદદથી ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.

English summary
SSB SI Recruitment 2021: Vacancy for the post of Sub Inspector in the Armed Border Force
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X