For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાવાઝોડા જવાદને લઈને કેટલાક કેન્દ્રો પર NET-IIFT પરીક્ષા રદ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન - નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC-NET) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ (IIFT) ની રવિવારે યોજાનારી પ્રવેશ પરીક્ષા ચક્રવાત જવાદને કારણે મૌકુફ રખાઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન - નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC-NET) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ (IIFT) ની રવિવારે યોજાનારી પ્રવેશ પરીક્ષા ચક્રવાત જવાદને કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક કેન્દ્રોમાં મોકૂફ રાખવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તેની સત્તાવાર વેબસાઇટ પર નોટિસ જારી કરીને આ જાણકારી આપી છે. નોટિસમાં લખવામાં આવ્યું હતું કે UGC-NET 2020 અને જૂન 2021 ની પરીક્ષા વિશાખાપટ્ટનમના પુરી, ભુવનેશ્વર, કટક, બરહામપુર અને આંધ્રપ્રદેશના ગંજમ જિલ્લા અને ઓડિશાના રાયગઢ જિલ્લાના ગુનુપુરના કેન્દ્રો માટે પછી લેવામાં આવશે.

આ વિસ્તારોમાં IIFT પરીક્ષા નહીં લેવાય

આ વિસ્તારોમાં IIFT પરીક્ષા નહીં લેવાય

પશ્ચિમ બંગાળમાં કોલકાતા અને દુર્ગાપુરમાં આઇઆઇએફટીના એમબીએ (ઇન્ટરનેશનલ બિઝનેસ) કોર્સમાં પ્રવેશ માટે લેવાનારી પરીક્ષા ઓડિશામાં ભુવનેશ્વર, કટક અને સંબલપુર, આંધ્રપ્રદેશના વિજયવાડા અને વિશાખાપટ્ટનમ કેન્દ્રો પર મુલતવી રાખવામાં આવી છે.

નવી તારીખો ક્યારે જાહેર થશે?

નવી તારીખો ક્યારે જાહેર થશે?

NTAએ જણાવ્યું હતું કે ઉલ્લેખિત શહેરોના પરીક્ષા કેન્દ્રોના ઉમેદવારોની પરીક્ષાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. જો કે, ઉમેદવારોને એ નોંધવાની સલાહ આપવામાં આવે છે કે મુલતવી ફક્ત ઉલ્લેખિત શહેરોને જ લાગુ પડે છે અને પરીક્ષા ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના અન્ય તમામ શહેરોમાં સમયપત્રક મુજબ લેવામાં આવશે.

તમે હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકો છો

તમે હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકો છો

ઉમેદવારો માટેના અપડેટ અને વિગતો માટે NTA વેબસાઇટ www.nta.ac.in ની મુલાકાત લઈ શકો છે અને 00140459000 પર હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકો છે અથવા પ્રશ્નો માટે [email protected] પર ઇમેઇલ કરી શકો છે.

હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગની ચેતવણી

બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન શુક્રવારે ચક્રવાત જવાદમાં ફેરવાયું હતું. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ ચક્રવાત શનિવાર સવાર સુધીમાં ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠેથી પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. ત્યારબાદ વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી ઓડિશાના દરિયાકાંઠે આવશે. તે બાદ રવિવારની બપોર સુધામાંપુરી નજીક પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ તે ઓડિશા સાથે પશ્ચિમ બંગાળના કિનારે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

English summary
UGC NET and IIFT exams postponed due to hurricane Jawad!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X