UPPSC Recruitment 2023 : મેડિકલમાં 2382 જગ્યાઓ પર ભરતી, આવી રીતે કરો અરજી

ઉત્તર પ્રદેશ સરકારમાં નોકરી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આના માટે અરજી માત્ર ઓનલાઈન કરી શકાશે.

મેડિકલ ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક મોટો અવસર સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPPSC એ ઓફિસરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન ગ્રેડ-2 હેઠળ આ ભરતીની જાહેરાત કરી છે.

UPPSC Recruitment 2023

ઉત્તર પ્રદેશ સરકારમાં નોકરી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આના માટે અરજી માત્ર ઓનલાઈન કરી શકાશે. ઉમેદવારોએ અરજી કરવા માટે UPPSC ની સત્તાવાર વેબસાઇટ uppsc.up.nic.in ની મુલાકાત લઈ અરજી સબમીટ કરવાની રહેશે.

અહીં ઉમેદવારોને જણાવી દઈએ કે, આ પ્રક્રિયા હેઠળ 2382 પદો માટે ભરતીની જાહેરાત કરાઈ છે. હાલ અરજીની પ્રક્રિયા ચાલી રહી છે અને ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 જાન્યુઆરી 2023 છે.

આ જગ્યાઓ પર ભરતી
પોસ્ટની કુલ સંખ્યા - 2382
ગાયનેકોલોજિસ્ટ - 346
એનેસ્થેટિસ્ટ - 476
બાળરોગ - 418
રેડિયોલોજીસ્ટ - 68
પેથોલોજીસ્ટ - 6
જનરલ સર્જન - 401
જનરલ સર્જન - 488
નેત્ર ચિકિત્સક - 5
ઓર્થોપેડિક - 2
ENT નિષ્ણાત - 29
ત્વચારોગ વિજ્ઞાની - 46
મનોચિકિત્સક - 32
માઇક્રોબાયોલોજિસ્ટ - 8
ફોરેન્સિક એક્સપર્ટ - 52
પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ - 5

આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસે પોસ્ટ સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે. ઉમેદવારો પાસે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી MBBS ડિગ્રી અથવા કોઈપણ માન્ય સંસ્થામાંથી અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X